For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FATF એ પાકિસ્તાનને આપી ચેતવણી, ‘આતંકીઓ સામે કાર્યવાહી કરો નહિ તો...'

અમેરિકી રાજ્ય ફ્લોરિડાના ઓરલેન્ડોમાં શુક્રવારે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની મહત્વની મીટિંગ થઈ. આ મીટિંગમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાજ્ય ફ્લોરિડાના ઓરલેન્ડોમાં શુક્રવારે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની મહત્વની મીટિંગ થઈ. આ મીટિંગમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. પાકને ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એફએટીએફ તરફથી પાકિસ્તાનને કહેવામાં આવ્યુ છે કે જો તેણે પોતાની જમીન પર હાજર યુનાઈટેડ નેશન્સ (યુએન) તરફથી બ્લેકલિસ્ટેડ આતંકી સંગઠનો સામે કાર્યવાહી ના કરી તો પછી તેને બ્લેકલિસ્ટ કરી દેવાશે. શુક્રવારે ભારતના કૂટનીતિક સૂત્રો તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યુ કે ચીન, પાકિસ્તાનના બચાવમાં જરૂર આવ્યુ પરંતુ પાકને આપેલી ચેતવણી પર તેણે કોઈ વાંધો દર્શાવ્યો નહિ.

imran khan

અત્યાર સુધી કેમ ન લેવામાં આવી કોઈ એક્શન

પાકિસ્તાનને એફએટીએફ તરફથી ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. સંસ્થાએ માન્યુ કે પાકિસ્તાને મની લૉન્ડ્રીંગ અને ટેરર ફાઈનાન્સિંગને રોકવા માટે કંઈ કર્યુ નથી. ફ્રાંસની રાજધાની પેરિસમાં 13થી 18 ઓક્ટોબર સુધી યોજાનાર એક મીટિંગમાં પાકિસ્તાન પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. એફએટીએફ તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'અમે પાકિસ્તાનને કડક શબ્દોમાં વિનંતી કરીએ છીએ કે ઓક્ટોબર 2019 સુધી તે પોતાના એક્શન પ્લાનને પૂરો કરે કારણકે ત્યાં સુધી તેનો છેલ્લે નક્કી કરેલો એક્શન પ્લાન ખતમ થવાનો છે.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, 'જો પાકિસ્તાને આમ ન કર્યુ તો પછી એફએટીએફ પોતાના આગળના પગલાં વિશે નિર્ણય કરશે.' એફએટીએફ એ પાકિસ્તાન પાસે એ અંગે પણ સ્પષ્ટીકરણ માંગ્યુ છે કે તે હજુ સુધી ઘણી વાતોની માહિતી આપવામાં નિષ્ફળ કેમ રહ્યા છે. એફએટીએફ એ કહ્યુ છે કે અત્યાર સુધી આતંકીઓને મળતા હથિયાર, વિસ્ફોટક અને કેમ્પ્સ જેવી આતંકી સંપત્તિઓ માટે પાકે કોઈ પણ એક્શન કેમ નથી લીધી.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના આરે પાક

પાકિસ્તાન બ્લેકલિસ્ટ થશે તો પછી તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ખતરો વધી જશે. ભારત અને બીજા દેશો તરફથી પાકિસ્તાન પર હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને યુએન તરફથી આતંકી ઘોષિત કરાયેલ બીજા લોકો પર ઠોસ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતનું માનવુ છે કે પાકિસ્તાને એન્ટી-ટેરર કાયદાઓ હેઠળ નક્કી કરેલા માનાંકો મુજબ કાર્યવાહી કરવાની છે. એ સીનિયર ઓફિસર તરફથી જણાવવામાં આવ્યુ છે કે, 'આ ખરેખર એક ગંભીર બાબત છે કે પાકિસ્તાના આતંક વિરોધી કાયદો હજુ સુધી એફટીએએફના માનાંકો મુજબ નથી અને સાથે યુએમના 2462 પ્રસ્તાવની પણ વિરુદ્ધમાં છે જેમાં ટેરર ફાઈનાન્સિગને એક ગુનો ગણવામાં આવ્યો છે.' એફટીએએફના ઘણા સભ્ય દેશો તરફથી પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે અત્યાર સુધી પાકમાં યુએન તરફથી આતંકી ઘોષિત કરાયેલ હાફિઝ સઈદ અને અઝહર મસૂદ સામે કોઈ કેસ નોંધાયેલો નથી. પાકને મીટિંગમાં ટર્કી, ચીન અને મલેશિયાનું સમર્થન મળ્યુ. જો કે હજુ સુધી તેની અધિકૃત પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના યોગ દિવસના કટાક્ષ પર પરેશ રાવલ, 'ન્યૂ ઈન્ડિયામાં તમારાથી વધુ સ્માર્ટ છે કૂતરા'આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના યોગ દિવસના કટાક્ષ પર પરેશ રાવલ, 'ન્યૂ ઈન્ડિયામાં તમારાથી વધુ સ્માર્ટ છે કૂતરા'

English summary
FATF has warned Pakistan and asked it curb terror funding else ready to get blacklisted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X