પિતા અબ્દુલાના હાથમાંથી છૂટીને સમુદ્રમાં સમાયો હતો એલન
તૂર્કીના સમુદ્ર કિનારા પરથી ડૂબીને મોતને ભેટેલા ત્રણ વર્ષના સીરિયાઈ બાળક એલનના સીરિયામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. પિતા અબ્દુલા કુર્દીએ એલનની સાથે જ તેના પાંચ વર્ષના ભાઈ ગાલીપ અને માતા રેહાનાને સિરીયામાં પોતાના શહેરમાં દફનાવી દીધા.

ગુરૂવારે એલનની હ્રદય દ્વાવક તસવીરો ફેસબુક અને ટ્વીટર પર વાઈરલ થઈ હતી. જે સમયે એલનના અંતિમ સંસ્કાર થઈ રહ્યાં હતા ત્યારે તેના પિતા ચોધાર આંસુએ રડી રહ્યાં હતા. એલનનું મોત એ સમયે થયું જ્યારે તે તેના માતા પિતાની સાથે યુરોપ જઈ રહ્યો હતો.
આંસુ ભરેલી આંખ વાળા પિતાને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેના બાળકો હવે આ દુનિયામાં નથી રહ્યાં. તેના પિતાએ જણાવ્યું કે જ્યારે તેમની બોટ યુરોપ તરફ જઈ રહી હતી, ત્યારે કાળરાત્રીએ આ ઘટના ઘટી. તેમના બાળકો તેમના હાથમાંથી છૂટીને સમુદ્ર્માં સમાઈ ગયા અને તેઓ કઈં જ ન કરી શક્યા.
અબ્દુલાએ જણાવ્યું કે તેમણે તેમની પત્નીનો હાથ પકડેલો હતો, પણ તેમના બાળકો તેમના હાથમાંથી છૂટી ગયા. ત્યાં ઘોર અંધારૂ હતુ અને ચીસો જ ચીસો સંભળાઈ રહી હતી. તેમણે આ બોટની સાથે રહેવાની કોશિષ કરી પણ તેઓ અસફળ રહ્યાં.
અબ્દુલા પોતાની નવી જીંદગીની શરૂઆત કરવા માટે પરિવાર સાથે સીરિયાના કોબાનાથી યુરોપ જઈ રહ્યાં હતા. કોબાના હાલમાં ISISના કબ્જામાં છે.












Click it and Unblock the Notifications
