For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#FacebookDataScandal : માર્ક ઝુકરબર્ગે સ્વીકારી ભૂલ

ફેસબુક યુર્ઝસના ડેટા લીક મામલે છેવટે માર્ક ઝુકરબર્ગે પોતાની ભૂલ માની અને કહ્યું કે ફેસબુક યુર્ઝસના ડેટાની સુરક્ષા અમારી જવાબદારી હતી. પણ તેમ છતાં ડેટા લીક થયો.

|
Google Oneindia Gujarati News

ફેસબુક યુર્ઝસના ડેટા લીક મામલે છેવટે માર્ક ઝુકરબર્ગે પોતાની ભૂલ માની અને કહ્યું કે ફેસબુક યુર્ઝસના ડેટાની સુરક્ષા અમારી જવાબદારી હતી. પણ તેમ છતાં ડેટા લીક થયો. આ એક રીતે વિશ્વાસ તોડવા જેવી વાત થઇ. તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયામાં પોતાની જાણકારી આપનાર લોકો અમારી પર વિશ્વાસ કરે છે કે અમે તેમની જાણકારી સુરક્ષિત રાખીશું. જો અમે તેવું નથી કરી શકતા તો અમને કામ કરવાનો કોઇ અધિકાર નથી. તેમણે આ સાથે જ સ્વીકાર્યું કે ડેટા લીક થયો છે. અને સાથે તે પણ કહ્યું કે અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કેવી રીતે આમ થયું. સાથે જ માર્કે કહ્યું કે તે પ્રયાસ કરશે કે આવી ભૂલ ફરી ક્યારેય ના થાય. અને આ માટે જરૂરી પગલાં પણ લેશે. ઉલ્લેખનીય છે કે માર્કે ફેસબુકમાં એક પોસ્ટ દ્વારા આ તમામ વાતો કહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે જો જરૂર પડી તો તે માર્કેને સમન કરશે.

mark

5 કરોડ લોકોનો ડેટા લીક

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેમ્બ્રિઝ એનાલિટિકની તરફથી ફેસબુકને ખોટી રીતે 5 કરોડ લોકોના ડેટા મેળવવાનો મામલો સામે આવ્યો હતો. આ પછી ફેસબુક વિવાદોમાં આવી ગયું હતું. જે પછી મંગળવારે ફેસબુકે તેના સીઇઓ એલેક્સઝેન્ડર નિક્સને નીકાળી દીધો હતો. આ ફર્મ પર આરોપ હતો કે તેણે ફેસબુકના 50 મિલિયન યુઝર્સની ખાનગી જાણકારી ચોરી છે.

2016માં કેસ

કેમ્બ્રિઝ એનાલિટિકાને સ્ટીફનના બેનર અને રોબર્ટ મર્સરે શરૂ કર્યું હતું. આ એક લંડન બેઝ કંપની હતી. રોબર્ટ, રિપબ્લિકન પાર્ટીના ડોનર છે. અને તેમણે આમાં 15 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ કંપની તે રીતે પોતાની રજૂ કરતી હતી જેથી તે અમેરિકાના વોટર્સ વિષે જાણી શકે અને પછી તેમના વ્યવહારને પ્રભાવિત કરી શકે. આ માટે ફેસબુકથી ડેટા ચોરવામાં આવ્યો હતો. આ પછી આ કંપનીએ વર્ષ 2016માં ટ્રંપ માટે કેમ્પેનિંગ પણ કર્યું હતું.

English summary
FB boss Zuckerberg breaks his silence, admits mistakes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X