
પાયલટે જ કરી લીધું છે MH 370નું અપહરણ!
કુઆલાલંપુર, 18 માર્ચ: મલેશિયન ફ્લાઇટ એમએચ 370 ક્યાં ગયું, ગુનિયાના 25 દેશ બસ દિવસ રાત એ સવાલનો જવાબ મેળવવા છેલ્લા 11 દિવસથી મથી રહ્યા છે. ફ્લાઇટમાં સવાર 239 યાત્રિયોના ઘરવાળાઓની ચિંતા પણ હવે વધતી જઇ રહી છે.
આ ફ્લાઇટ સાથે જોડાયેલી ઘણા પ્રકારની થીયોરીઝ સામે આવી રહી છે. આ તમામની વચ્ચે મહત્વની વાત નીકળીને બહાર આવી છે કે વિમાન બોઇંગ 377ના બંને પાયલટના વ્યવવહારને લઇને તપાસ એજન્સીઓની શંકા ઘેરાઇ રહી છે.
આ વિમાનની શોધ દુનિયાની સૌથી મોટી શોધમાં પરિવર્તિત થઇ રહી છે અને વિશ્લેષકોનું માનીએ તો પૃથ્વીના દસમાં ભાગને તેના તપાસ માટે ખંગોળવામાં આવી રહ્યું છે. સૌથી પહેલી વાત ફ્લાઇટના કો-પાયલટ 27 વર્ષીય ફરીદ અબ્દુલ હમીદની. તપાસકર્તાઓ અનુસાર અબ્દુલના છેલ્લા શબ્દ હતા, 'ઓલ રાઇટ ગુડ નાઇટ' અને ત્યારબાદ તુરંત આ ફ્લાઇટ રડાર પરથી ગાયબ થઇ ગયું. તપાસકર્તા હમીદના આ શબ્દોમાં છૂપાયેલા રાજને તપાસવાની કોશીશ કરવામાં આવી રહી છે.
તેમના જણાવ્યા અનુસાર હમીદના આ સંદેશમાં લગભગ કોઇ ઇશારો છૂપાયેલો છે. આ મેસેજના એક મિનિટ બાદ ફ્લાઇટના ટ્રાંસપોંડરોને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ એવું પણ માની રહ્યા છે કે બની શકે છે કે હમીદ ત્યારબાદ અન્યકોઇના નિયંત્રણમાં આવી ગયો હોય. તપાસકર્તાઓ માની રહ્યા છે કે આ અવાજ ફ્લાઇટના પાયલટમાંથી એક કેપ્ટન જહારી અહમદ શાહની હોય.
કેપ્ટન જહારી અહમદ શાહ અંગે માલૂમ પડ્યું છે કે વિપક્ષના નેતા અનવર ઇબ્રાહીમના એક મોટા સમર્થક છે. 57 વર્ષીય કેપ્ટન શાહે 'ડેમોક્રેસી ઇઝ ડેડ' વાળી ટી-શર્ટ પહેરી હતી. આની સાથે જ તેમની પર શંકા ઘેરાઇ રહી છે કારણ કે મલેશિયાની સરકાર વિરુધ્ધ જારી વિરોધ પ્રદર્શનો બાદ ઇબ્રાહીમને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો.
આ વાત પણ ધ્યાને દોરવા જેવી છે કે શાહની પત્ની અને તેના ત્રણેય બાળકો આ ફ્લાઇટ ગુમ થયાના એક દિવસ પહેલા જ પોતાનું ઘર છોડીને ક્યાંક ચાલી ગયા હતા.ફ્લાઇટની તપાસમાં લાગેલી એફબીઆઇને મલેશિયાઇ પોલીસે જાણકારી આપી છે કે બંને પાયલટ તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેમને એક સાથે કોઇપણ ફ્લાઇટને ઓપરેટ કરવાની જવાબદારી ના આપે. આ જાણકારીના આધારપર એફબીઆઇ એવું માની રહી છે કે બની શકે છે કે આ ફ્લાઇટ પાઇરસીનો શિકાર થઇ ગઇ હોય અને તેમાં સવાર યાત્રીઓને એક અજાણ્યા સ્થળે બંધી બનાવીને રાખવામાં આવ્યા હોય.