ખુંખાર કેદીના પ્રેમમાં પાગલ મહિલા જેલ અધિકારી, પાર કરી બધી જ હદ
બ્રિટનના સાઉથ વેલ્સમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે જાણ્યા પછી તમે વિચારમાં પડી જશો.
બ્રિટનના સાઉથ વેલ્સમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે જાણ્યા પછી તમે વિચારમાં પડી જશો, અહીં 25 વર્ષની મહિલા જેલ અધિકારીને 22 વર્ષના એક ખુંખાર કેદી સાથે પ્રેમ થઇ ગયો. કેદીના પ્રેમમાં પાગલ મહિલાએ બધા જ નિયમ કાનૂન તોડી નાખ્યા. તેને સંતાઈને કેદીને જેલમાં ફોન આપ્યો અને તેને પર્સનલ મેસેજ પણ કરવા લાગી. જેલ અધિકારીનું નામ સાઉના ક્લેરી છે. જાણકારી અનુસાર દક્ષિણ વેલ્સમાં કામ કરતી સાઉના ક્લેરી ને કેદી કુર્ટ જરમન સાથે પ્રેમ થઇ ગયો.

જરમન 77 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવાના આરોપસર 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. જરમન પર આરોપ છે કે તેને પીડિતાના ઘરમાં ઘૂસીને વૃદ્ધ વ્યક્તિને બંધક બનાવી લગભગ 3 કલાક સુધી તેને યાતના આપી. કોર્ટ ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ક્લેરીએ જરમન ને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને તેને મેસેજ પણ કર્યો. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ક્લેરીને પહેલાથી જ જાણકારી હતી કે જરમન પોતાની સેલમાં ફોન સંતાડી રાખ્યો છે.
આશંકા તો એવી પણ લગાવવામાં આવી રહી હતી કે ક્લેરીએ જ જરમન ને ફોન આપ્યો છે. સરકારી વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોલ ડીટેલ ઘ્વારા જાણવામાં આવે છે કે જરમન અને ક્લેરી વચ્ચે વાતો ગયા વર્ષે ઓગસ્ટ થી શરૂ થયી અને બંને વચ્ચે સંબંધ શરૂ થયો. ક્લેરી ઘ્વારા ઓક્ટોબરમાં જરમન ને મેસેજ પણ કરવામાં આવ્યો હતો. તે સમયે તેને હિરાસતમાં લઇને તેમનું લેપટોપ અને ફોન સીઝ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
