મક્કાની ઇમારતમાં લાગી આગ, 13 હજયાત્રી દાજ્યા

મીડિયા અહેવાલો અનુસાર સોમવારે જણાવ્યું કે ગઇકાલે રાત્રે ઇમારતની ચોથા માળે આગ લાગી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડના 10 અધિકારીઓએ ખુબ જ જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેમજ ભારત અને મ્યાનમારના હજયાત્રીયોને સુરક્ષીત બહાર કાઢ્યા હતા.
અહેવાલ અનુસાર સાઉદી સુરક્ષા દળોએ સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવીને 179 હજ યાત્રીયોને બચાવી લીધા છે. આગમાં દાજેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી કોઇ ભારતીય હજયાત્રીની આ ઘટનામાં ઘાયલ થવાના સમાચાર નથી.
સુરક્ષા અધિકારીયોના મીડિયા પ્રવક્તા લેફ્ટિનન્ટ કર્નલ અબ્લુલ્લા અલ ઓરાબી અલ હાર્થીએ જણાવ્યું કે આગ લાગવાના તુરંત બાદ બચાવદળ ઘટનાસ્થળે પહોંચી જઇ બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. સમગ્ર ઘટનાની તપાસ થઇ રહી છે.












Click it and Unblock the Notifications
