For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના કોલોરાડોમાં ગોળીબાર, 4ના મોત

|
Google Oneindia Gujarati News

firing
વોશિગ્ટન, 6 જાન્યુઆરી: અમેરિકાના અઉરોરા શહેરમાં એક બંદૂકધારીએ લોકોને પહેલા બંધક બનાવી લીધા તેમને છોડાવવા દરમિયાન બંધૂકધારી સહિત ચાર લોકોના મોત થઇ જવા પામી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

એક મકાનમાં ઘણા લોકોને એક સાથે બંધક બનાવી લઇને એક બંધૂકધારીએ પોલીસને ઘણા કલાકો સુધી ઘુસવા દીધા નહીં, પરંતુ આ ઘટનાનો અંત ત્રણ સામાન્ય નાગરિક અને બંદૂકધારીના મોત સાથે આવ્યો.

સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા કલાકો સુધી બંદૂકધારીની સાથે વાતચીતમાં નિષ્ફળતા મળવાના કારણે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આ અજાણ્યા બંદૂકધારીને ઠાર માર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ ઘટી ચૂકી છે. આ પહેલા અમેરિકાની કનેક્ટિક્ટમાં આવેલી એક સ્કૂલમાં ફાયરિંગ થયું હતું. જેમાં હુમલાખોર સહિત 27 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાંથી 20 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આંખોમાં આસું આવી ગયા હતા.

English summary
Firing in America again, 4 people dead in this incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X