For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તપાસ માટે અરાફાતનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો

By Super
|
Google Oneindia Gujarati News

Yasser-Arafat
પેરિસ, 27 નવેમ્બર: પેલેસ્ટાઇન અધિકારીઓએ જણાવ્યાનુંસાર પૂર્વ પેલેસ્ટાઇન નેતા યાસિર અરાફાતનો મૃતદેહ કબરમાંથી કાઢવામાં આવ્યો છે. દસકો સુધી ફિલિસ્તાનીઓનું નેતૃત્વ કરનાર અરાફાતનું પેરિસમાં 2004માં મોત નિપજ્યું હતું.

તેમની મોતના કેટલાક મહિનાઓ બાદ એવો વિવાદ ચગ્યો હતો કે અરાફાતના પરિવારના સભ્યોએ એ જ વખતે તેમની મોત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો. અરાફાતે 35 વર્ષો સુધી પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન(પીએલઓ)નું નેતૃત્વ કર્યું હતુ અને વર્ષ 1996માં પેલેસ્ટાઇન પ્રાધિકરણના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા.

મેડિકલ અહેવાલ અનુસાર ફ્રાન્સમાં યાસિર અરાફાતનો સ્ટ્રોક થયો હતો. પરંતુ જ્યારે એક ડોક્યુમેન્ટ્રી બનાવતી વખતે સ્વિત્ઝરલેન્ડના વિશેષજ્ઞોએ તેમની વસ્તુઓ પર રેડિયોધર્મી પોલોનિયમ 210 મેળવ્યું તો આ જ વર્ષના ઓગષ્ટમાં ફ્રાન્સમાં તેમની મોત અંગે હત્યાની તપાસ શરૂ કરી હતી. પેલેસ્ટાઇન જાસૂસી એજન્સીના પૂર્વ પ્રમુખ અને અરાફાતની મોતની તપાસ કરી રહેલી પેલેસ્ટાઇન સમિતિના અધ્યક્ષ તૌફીક તિરાવીએ મીડિયાને જણાવ્યું કે મૃતદેહ બહાર કાઢ્યા પછી ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ અને રશિયાના વૈજ્ઞાનિકો તેમના નમૂના લેશે અને દરેક ટીમ પોતાની સ્વતંત્ર તપાસ અને વિશ્લેષણ કરશે. ત્યારબાદ મૃતદેહને પુરા સૈન્ય સન્માન સાથે ફરીથી દફનાવવામાં આવશે.

અરાફાતના વિધવા સોહાએ અરાફાતના મૃતદેહને દફાનાવ્યા બાદ પોસ્ટ મોર્ટમ થવા અંગે આપત્તિ જણાવી હતી પરંતુ બાદમાં જાતે જ પેલેસ્ટાઇન પ્રશાસનને મૃતદેહ કબરમાથી બહાર કાઢવા માટે આગ્રહ કર્યો હતો જેથી સત્ય સામે આવે. જો કે, ઘણા પેલેસ્ટાઇનઓનું માનવું છે કે અરાફાતને ઇસરઇલએ ઝેર આપીને માર્યા હતા, કારણ કે શાંતિના માર્ગમાં અડચણ બની ગયા હતા, ઇસરાઇલે આ મામલેમાં કોઇ પ્રકારનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે.

English summary
The body of Yasir Arafat, former leader of the Palestine Liberation Organization (PLO), was exhumed early Tuesday morning so samples could be taken as part of an investigation into the cause of his death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X