ફ્રાન્સના રાષ્ટ્રપતિની ગુગલને ફરી ચેતવણી

google-news-filters
પેરીસ, 30 ઑક્ટોબરઃફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ જાહેરાત બાબતે ગુગલને સમજૂતી કરવાનો રસ્તો અપનાવવા કહ્યું છે. તેમણે સર્ચ એન્જીનને ચેતપણી પણ આપી છે કે જો જરૂરી જણાશે તો ઇન્ટરનેટ સર્ચ એન્જીન કંપનીઓને મીડિયા કંટેન્ટ માટે પૈસા ચુકવવાને લઇને એક વિધેયક પણ લાવી શકાય છે.

ગુગલના કાર્યકારી અધ્યક્ષ એરિક સ્કીમિડ્ટ સાથેની મુલાકાત બાદ ઓલાંદેએ આ ટિપ્પણી કરી છે. ગુગલે કહ્યું હતું કે જો ફ્રાન્સ ન્યૂઝ વેબસાઇટ્સ માટે સર્ચ એન્જીન લિંક આપવા પર પૈસા આપવાનું જરૂરી કરવા માટે કોઇ વિધેયક લાવશે તો તે ફ્રાંસીસી મીડિયા વેબસાઇટને સર્ચ પરિણામોમાંથી બહાર કરી શકે છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેમને આશા છે કે ટૂંક સમયમાં સમજૂતી થઇ જશે અને વર્ષના અંત સુધીમાં પ્રેસ સંપાદકો અને ગુગલ વચ્ચે કોઇ ચોક્કસ નિર્ણય બહાર આવશે.

તેમણે કહ્યું કે, વાતચીત એક સરસ રસ્તો છે, પરંતુ જરૂર પડ્યે કાયદાની મદદ પણ લઇ શકાય છે. ઇટલી અને જર્મની કંપનીઓ પણ આ માંગને સાથ આપવા મેદાને પડી છે કે સર્ચ એન્જીનોએ વિજ્ઞાપનનો કેટલોક ભાગ આપવો જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X