
ઓસ્ટ્રેલિયન પીએમે ટ્વીટ કરી મોદી સાથેની સેલ્ફી, લખ્યુ, ‘કેટલા સારા છે મોદી'
ઓસ્ટ્રેલિયન પીએમ સ્કૉટ મૉરિસન અને પીએમ નરેન્દ્ર મોદીની એક સેલ્ફી હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ સેલ્ફી જાપાનાના ઓસાકામાં ચાલી રહેલી જી20 શિખર સંમેલન દરમિયાન લેવામાં આવી છે અને આનુ કેપ્શન તેને વધુ રસપ્રદ બનાવી રહ્યુ છે. શુક્રવારે સંમેલનનો પહેલો દિવસ હતો. આ આખો દિવસ વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે હેન્ડશેક અને પરસ્પર ભાઈચારો વધારવાનો વ્યવહાર સંમેલનમાં છવાયેલો રહ્યો. આ જે સંમેલનનો બીજો અને અંતિમ દિવસ છે.
પીએમ મોદીએ પણ આપ્યો જવાબ
પીએમ મૉરિસને મોદી સાથે ક્લિક પોતાની સેલ્ફીને કેપ્શન આપ્યુ છે, 'કેટલા સારા છે મોદી!' વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમાર તરફથી પણ આ સેલ્ફીને રી ટ્વીટ કરવામાં આવ્યુ છે. વાદળી રંગના સૂટમાં મૉરિસન અને ભૂરા રંગની જેકેટ શાથે પીએમ મોદી સેલ્ફી પહેલા વાતચીતમાં બિઝી હતા.આ સેલ્ફીના અમુક કલાકો બાદ પીએમ મોદીએ મૉરિસનને જવાબ આપ્યો, 'દોસ્ત હું આપણા દ્વિપક્ષીય સંબંધોમાં રહેલી ઉર્જાને જોઈને આશ્ચર્યમાં હતો.' પીએમ મોદીએ શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. ત્યારબાદ શનિવારે પણ જી-20ના બીજા દિવસની શરૂઆત પહેલા બંનેની મુલાકાત થઈ.
Kithana acha he Modi! #G20OsakaSummit pic.twitter.com/BC6DyuX4lf
— Scott Morrison (@ScottMorrisonMP) 28 June 2019
બીજા દિવસે પણ થઈ ટ્રમ્પ સાથે મુલાકાત
ઓસાકામાં શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દ્વિપક્ષીય મુલાકાત થઈ. પીએમ મોદીના બીજી વાર સત્તામાં આવ્યા બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી. આ પ્રસંગે ટ્રમ્પે મોદી સાથે લોકસભા ચૂંટણી પર વાતચીત કરી. પીએમ મોદીએ શુક્રવારે બ્રિક્સ દેશોના અનૌપચારિક સંમેલન દરમિયાન દુનિયા સામે હાજર પડકારોને ઝીલવા માટે પાંચ સૂત્રીય ફોર્મ્યુલા આપી છે. પીએમ મોદીએ આ દરમિયાન આતંકવાદને દુનિયા અને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે.
આ પણ વાંચોઃ 30 જૂનથી પીએમ મોદી ફરીથી કરશે 'મન કી બાત', આ કારણે બંધ થયુ હતુ પ્રસારણ