..ને અચાનક લગ્નમાં આવી પહોંચ્યો ડાયનાસોર
આપણે લગ્ન સમારોહ દરમિયાન વિવિધતા કરતા અનેક યુગલોને જોયા હશે. પરિવારજનો દ્વારા પોતાના પુત્ર કે પૂત્રીના લગ્નને શાનદાર અને ભવ્ય રીતે તથા હંમેશા યાદગાર રહે તેવા કરવા માટે કોઇ કસર છોડવામા આવતી નથી. આવા જ લગ્નોમાં ક્યારેક વિવિધતા કરવા જતા કંઇ અનોખુ તેઓ કરી બેસતા લગ્ન સમારોહમાં અજબ ગજબ સ્થિતિનું નિર્માણ થાય છે.
આ આપણે આવા અનેક લગ્ન અંગે સમાચારપત્રોમાં અથવા તો ટીવી ચેનલોમાં જોયું કે સાંભળ્યું હશે. જેમાં ક્યાંક હેલિકોપ્ટર પરથી ફૂલો ફેંકવામાં આવે છે, ક્યાંક પ્લેનમાં લગ્ન કરવામાં આવે છે, ક્યાંક ટ્રેનમાં લગ્ન કરવામાં આવે છે, પરંતુ શું ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે, લગ્ન સમારોહમાં ડાયનાસોરને રજુ કરીને લગ્ન કરી રહેલા યુગલ અને લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનોના હોંશ ઉડાવી દીધા હોય.
કદાચ નહીં પરંતુ ડેઇલી મેલમાં પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર અનુસાર ક્યુઇન્ન મિલર દ્વારા એક એવુ ફોટો ક્રિએશન તૈયાર કરવામાં આવ્યું, જેમાં વિશાળકાય ડાયનાસોર લગ્ન સેરેમની દરમિયાન લગ્નમાં હાજરી આપવા આવેલા લોકોની પાછળ દોડે છે.
મિલરે એક આઇઓ9 ડોટકોમને જણાવ્યું હતું કે કેટી યંગ અને જેમ્સ લૌડર કે જેઓ લગ્નગ્રંથીમાં જોડાઇ રહ્યાં છે તેઓ ડાયનાસોરના બહુ મોટા ફેન છે અને મે જ્યારે તેમને લગ્ન સમારોહ દરમિયાન આવું કરવાનો આઇડિયા આપ્યો ત્યારે તેઓને આ આઇડિયા ગમ્યો હતો. અહી તસવીરોમા ક્યુઇન્ન મિલર દ્વારા તૈયાર કરવામાં આવેલુ એ ક્રિએશન દર્શાવવામાં આવ્યું છે. આ તસવીર ક્યુઇન્ન મિલર દ્વારા ખેંચવામાં આવી હતી.

ને અચાનક લગ્નમાં આવી પહોંચ્યો ડાયનાસોર

ને અચાનક લગ્નમાં આવી પહોંચ્યો ડાયનાસોર

ને અચાનક લગ્નમાં આવી પહોંચ્યો ડાયનાસોર

ને અચાનક લગ્નમાં આવી પહોંચ્યો ડાયનાસોર

ને અચાનક લગ્નમાં આવી પહોંચ્યો ડાયનાસોર













Click it and Unblock the Notifications
