50 હજાર વર્ષ જુના કબ્રસ્તાનમાંથી મળ્યા મહાકાય પગ, જાણો શું છે રહસ્ય?
આ દુનિયા રહસ્યથી ભરેલી છે. પુરાતત્વવિદો આ દુનિયામાં દફન રાઝ સુધી પહોંચવા માટે સતત મહેનત કરતા રહે છે. આ મહેનતને કારણે ઘણા એવા રાઝ પરથી પડદો ઉઠ્યો છે જેના વિશે જાણતા જ ચૌકી જવાય છે. હવે આવી જ એક ઘટના સામે આવી છે.
પુરાતત્વવિદોને શોધ કરતા કરતા ઘણી વખત એવી વસ્તુઓ હાથ લાગી જાય છે જે માણસની વિચારવાની દિશા જ બદલી નાંખે છે. આ વસ્તુઓ માણસને પણ પરિચય કરાવે છે કે ઐતિહાસિક વસ્તુઓ સામે તે કેટલો મામુલી છે. આ શોધ પણ કંઈક આવી જ છે.

હાલમાં જ વૈજ્ઞાનિકોને આવી જ એક વસ્તુ હાથ લાગી છે. વૈજ્ઞાનિકોને 50 હજાર વર્ષ જૂનુ એક કબ્રસ્તાન મળી આવ્યુ છે. આ કબ્રસ્તાન સાથે સાથે ફ્લોરિડામાં આવેલી આ જગ્યા પરથી એક નદી વહેતી હોવાના પુરાવા પણ મળ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ કબ્રસ્તાન માણસનું નથી. હકીકતમાં આ કબ્રસ્તાન સૌથી મોટા સસ્તન પ્રાણી હાથીઓનું છે. વૈજ્ઞાનિકોને સંશોધનથી જાણવા મળ્યું કે આ કબ્રસ્તાન હાથીઓનું છે. અહીં મોટા ખાડામાં મોટા પાયે વિશાળ હાડકાં મળી આવ્યા છે.
સંશોધનમાં જાણવા મળ્યુ છે કે હાથીઓનું આ કબ્રસ્તાન 5 મિલિયન વર્ષ જૂનુ છે. આ અવશેષો લુપ્ત થયેલા ગોમ્ફોથેરેસના હતા. ગોમ્ફોથેરેસ આધુનિક હાથીઓના જ નજીકના હતા. તે આજથી લગભગ 50 લાખ વર્ષ મિયોસીન યુગ દરમિયાનના છે. આનાથી એ સમયના હાથીઓના દેખાવ વિશે પણ જાણવા મળ્યુ છે.
આ મુદ્દે વાત કરતા ફ્લોરિડા મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટરી ખાતે વર્ટેબ્રેટ પેલિયોન્ટોલોજીના ક્યુરેટર જોનાથન બ્લોચે જણાવ્યું કે, જો તમે આ પ્રાણીઓની શરીરરચના અને ઇતિહાસને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ખૂબ જ રોમાંચક છે.
સંશોધકો અનુસાર, લાખો વર્ષો પહેલા હાથીઓના આ સંબંધીઓ એકવાર આફ્રિકા, યુરેશિયા અને અમેરિકામાં ખુલ્લા સવાનામાં વિકસ્યા હતા. જો કે, લગભગ 14 મિલિયન વર્ષો પહેલા ઠંડા તાપમાનથી આ પ્રદેશોમાંના ઘાસના મેદાનો ધીમે ધીમે બદલાવા લાગ્યા અને તાપમાનને કારણે હાથીઓની આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ.
સંશોધકોનું માનવું છે કે આ હાથીઓની સુંઢના આધારે તે સમયે તેમની રહેવાની સ્થિતિ અને પર્યાવરણને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.












Click it and Unblock the Notifications
