ફોન પર વાત કરવી ભારે પડી, પ્રેમિકાએ પ્રેમીની આવી કરી હાલત

drink
પ્રેમિકાનો પ્રેમ જેટલો હુંફાળો હોય છે, તેટલો જ તેનો ગુસ્સો ભયાવહ હોય છે. આવો જ એક કિસ્સો બેસબોલની એક મેચ દરમિયાન જોવા મળ્યો હતો. જ્યાં પ્રેમીએ પોતાની વાતને મહત્વ નહીં આપતા એક પ્રેમિકાએ હાથમાં રહેલી પીણાની બોટલ પોતાના પ્રેમીના માથા પર રેડી દીધી હતી અને અડધી મેચ છોડીને ત્યાંથી જતી રહી હતી.

વાત જાણે કે એમ બની હતી કે, એક પ્રેમી યુગલ ઉત્સાહ સાથે હોંશે-હોંશ બેસબોલની એક મેચ રમી રહ્યું હતું. પ્રેમિકા મેચનો લુત્ફ ઉઠાવવામાં મશગુલ હતી અને મેચમાં બનતી અવાચક કરી મુકે તેવી ઘટનાઓ પ્રત્યે તે પોતાના પ્રેમીને વાકેફ કરાવી રહી હતી. બીજી તરફ પ્રેમિકાની વાતોને અવગણીને પ્રેમી ફોન પર વાતો કરવામાં લાગી ગયો હતો. પ્રેમિકાએ અનેક વખત તેનું ધ્યાન મેચમાં અને પોતાની વાતો તરફ ખેંચવા પ્રયત્નો કરી રહી હતી.

આખરે અનેક પ્રયત્નો પછી પણ પ્રેમીએ તેની વાતને ધ્યાને નહીં લેતા તે ગુસ્સે ભરાઇ હતી અને હાથમાં રહેલું પીણું તેના પર ઢોળી દીધું હતું. એ સમયે મેચ નિહાળવા આવેલા અનેક લોકોને મફતમાં આ મનોરંજન જોવા મળી ગયું હતું. જો કે, ગુસ્સાથી લાલચોળ થઇને પ્રેમિકા મેચ અડધી મુકીને જ જતી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X