For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોડ પાર્ટિકલની થીયરી આપનાર વિજ્ઞાનીઓને 2013નું નોબેલ પ્રાઇઝ

|
Google Oneindia Gujarati News

સ્ટોકહોમ, 9 ઓક્ટોબર : ગોડ પાર્ટિકલ તરીકે ઓળખાતા તત્વ 'હિગ્‍સ બોસોન' vr થિયરીની શોધ કરવા બદલ ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાનીઓ પીટર હિગ્‍સ અને ફ્રાન્‍સુવા ઓંગલેયાને સંયુક્‍ત રીતે વર્ષ 2013નો ભૌતિક વિજ્ઞાન માટેના નોબેલ પુરસ્‍કાર માટે પસંદગી કરવામાં આવી છે.

ગોડ પાર્ટીકલસના વૈજ્ઞાનિકોને જ નોબેલ મળશે તેને લઈને પહેલાથી જ દાવો કરવામાં આવી રહ્યો હતો. ધારણા પ્રમાણે જ આ બંનેએ નોબેલ જીતી લીધો હતો. નોબેલની કમિટીએ આ બંનેના નામની જાહેરાત કરતા છેલ્લા ધણા દિવસથી ચાલતી અટકળોનો અંત આવી ગયો હતો.

peter-higgs-and-francois-englert

ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલની જાહેરાત મંગળવાર 8 ઓક્ટોબરે કરવામાં આવી હતી. સોમવારના દિવસે મિડિસિન માટે નોબેલની જાહેરાત કરવામાં આવી હતી. મેડિસિન માટે જેમ્‍સ રોથમન અને રેડ્ડી શેકમનની અમેરિકી જોડી તથા જર્મનીમાં જન્‍મેલા વૈજ્ઞાનિક થોમસ જુડોફને આ એવોર્ડ અપાયા હતા.

માનવ કોશિકાઓ (સેલ્‍સ)ના પરિવહન સિસ્‍ટમ અથવા તો ટ્રાન્‍સપોર્ટ સિસ્‍ટમ માટે કરવામાં આવેલા રિસર્ચ માટે આવૈજ્ઞાનિકોની પસંદગી કરવામાં આવી હતી. આજે નોબેલની જાહેરાત કરવામાં આવ્‍યા બાદથી હવે અન્‍યો જુદા જુદા ક્ષેત્રોમાં મળનાર નોબેલને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે.

નોબેલ સાહિત્‍ય અને શાંતિ એવોર્ડ પણ હવે આગામી દિવસોમાં આપવામાં આવનાર છે. નોબેલ પ્રાઈઝના સંભવિતોમાં મલાલાના નામનો પણ સમાવેશ થાય છે. તેના પર થોડાક સમય પહેલા જ તાલિબાની ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. ગોડ પાર્ટીકલને 2012ની સૌથી મોટી શોધ ગણવામાં આવે છે. આ શોધને લઈને જ્‍યુરી મેમ્‍બર્સ સંપૂર્ણપણે આશાસ્‍પદ હતા.

English summary
'God particle' theorists receive Nobel Prize in physics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X