મુંબઇમાં મોતનું તાંડવ રચનાર હાફિજને પાકિસ્તાને આપ્યાં 6 કરોડ રૂપિયા

મળતી માહિતી મુજબ પાકિસ્તાનના પંજાબ રાજ્યની સરકારે મોસ્ટવોન્ટેડ આતંકવાદી હાફિજ સઇદના સંગઠન જમાત ઉદ દાવાના કેન્દ્ર મરકજ એ તૈયબા માટે 6.1 કરોડ પાકિસ્તાની રૂપિયાની ગ્રાન્ટ આપી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પીએમએલ-એનની સરકાર છે અને નવાજ શરીફના ભાઇ શાહબાજ શરીફ ત્યાંના મુખ્યમંત્રી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2008માં મુંબઇ પર થયેલા આતંકી હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લશ્કર-એ-તોઇબા પર પ્રતિબંધ લગાવ્યા બાદ પંજાબ સરકારે મુદિરકેમાં જમાતના કેન્દ્રને પોતાની બાનમાં લઇ લીધા હતા. તે સમયે પણ પંજાબમાં પીએમએલ-એનની સરકાર હતી. ત્યારથી માંડીને સરકાર સતત પોતાના બજેટમાં આ કેન્દ્ર માટે પૈસાની ફાળવણી કરી રહી છે. તેમનું કહેવું છે કે આ પૈસા મરકઝ-એ-તોઇબા વહીવટકર્તાને આપવામાં આવ્યા ના કે દાવાને.












Click it and Unblock the Notifications
