એન્કર વાંચતો રહ્યો ન્યૂઝ અને બૂલેટિનમાં ચાલવા લાગી પોર્ન ફિલ્મ!
એથેન્સ, 31 મે: એવું લાગી રહ્યું છે કે ગ્રીસના ટેલિવિઝન દર્શકો પ્રાઇમ ટાઇમમાં ન્યૂઝ બૂલેટીન પ્રસારણ દરમિયાન અણધારી ઘટનાઓના આદી થઇ ગયા છે. મંગળવારે અહીંની એક ન્યૂઝ ચેનલ ET3માં જે કંઇપણ બન્યું તે ચોંકાવનારું હતું.
જોકે, થયું એવું કે એન્કર દેશના તાજા સમાચાર અંગે વાત કરી રહ્યો હતો કે અચાનક પોર્ન ફિલ્મનો સિન તેની પાછળ લાગેલા મોનિટરમાં સ્પષ્ટ દેખાવા લાગ્યો. પરંતુ આ ભૂલથી અજાણ એન્કર સમાચાર વાચતો રહ્યો. સ્થાનીય દર્શકો અનુસાર સેક્સ સીન ન્યૂઝ ચેનલના જ એક અન્ય સહયોગી ચેનલ ET1માં એ સમયે દેખાડવામાં આવી રહેલી પોર્ન ફિલ્મનો હતો.
આ ઘટના ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ હિટ થઇ ગયું છે અને આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઇ લીધો છે. મજાની વાત એ છે કે એ સમયે એન્કર લોકોને બતાવી રહ્યો હતો કે રૂપિયાની કમીના કારણે પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને બંધ કરવામાં આવી શકે છે.













Click it and Unblock the Notifications
