પાકિસ્તાનની જેલમાં ગુજરાતી માછીમારનું મોત

કિશોર ભગવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જે પ્રકારે ભગવાનનું મોત થયું છે તેનાથી હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ગયા વર્ષે ભારતીય નાગરીક સરબજીત સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. સરબજીત સિંહ લાહોરની લખપત જેલમાં કેદ હતો. તેના પર જેલના છ કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 2 મે 2013ના લાહોરની જિન્ના હોસ્પિટલમાં સરબજીત સિંહનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહની હત્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
