અમેરિકાના શૂટઆઉટમાં થયું એક ગુજરાતી વેપારીનું મોત

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક ગ્રાહક અને સુરક્ષાકર્મી વચ્ચે થયેલા ક્રોસ ફાયરમાં મૂળ ગુજરાતી તેવા એક મોટેલ અને ક્લબ ઓનર તેવા આકાશ તલાટીનું મોત થયું છે. 40 વર્ષીય આકાશ ગુજરાતના આણંદના વતની છે. ગત શનિવાર થયેલા આ શૂટઆઉટ બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનામાં બીજા ચાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે આકાશ ફેયેટવિલે શહેરમાં નાઇટ ઇન અને ડાયમંડ્ઝ જેન્ટલમેન ક્લબના માલિક છે. અને તેમની જ ક્લબની બહાર જ્યારે એક ગ્રાહક અને સુરક્ષાકર્મી વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ તે પછીની ફાયરિંગમાં તેમનું મોત થયું છે.

Akash Talati

જ્યારે માર્કિસ ડેવિટ્ટ નામનો એક 23 વર્ષીય ગ્રાહક ક્લબમાં અન્ય લોકોને પરેશાન કરતો હતો ત્યારે સુરક્ષાકર્મી તેને પકડીને ક્લબની બહાર લઇ ગયા હતા. આ વચ્ચે બોલચાલ થતા સામ સામે ફાયરિંગ થયું અને ડેવિટ્ટે ચાર થી પાંચ રાઉન્ડ ફાયર કર્યા જેમાં આકાશને પણ ગોળી વાગી અને આ જ કારણે તેમનું મોત થઇ ગયું. આ ઘટનામાં એક સુરક્ષાકર્મી સમેત ક્લબની મહિલા કર્મી પણ ઇજાગ્રસ્ત થઇ છે તેમ જાણવા મળ્યું છે. ત્યારે હાલ જે રીતે અમેરિકામાં ગુજરાતીઓ પર એક પછી એક હુમલા થઇ રહ્યા છે તેમાં આ ઘટના પછી ગુજરાતી સમાજ શોકગ્રસ્ત થયો છે.

English summary
Gujarat NRI man Akash Talati, dies in US club shootout. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.