હાફિઝ સઇદ નજરબંધ, પીએમ મોદી અને ટ્રંપને ગણાવ્યા જવાબદાર

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાન ના મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકાર દ્વારા હાફિઝ સઇદ ને પાકિસ્તાનમાં નજરબંધ(હાઉસ અરેસ્ટ) કરવામાં આવ્યા છે. હાફિઝ સઇદને નજરબંધ કર્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે પોતાને નજરબંધ રાખવાનું કારણ જણાવ્યું છે. તેણે આ વીડિયોમાં પોતાની હાઉસ અરેસ્ટ માટે ભારત જવાબદાર હોવાનું જણાવ્યું છે. આ વીડિયોમાં તેણે કાશ્મીરના લોકો, જમાત ઉત દાવા અને અન્ય ચાહકોને ઉદ્દેશીને સંદેશ આપતા આ વાત કહી છે.

hafeez saeed

આ વીડિયોમાં હાફિઝ સઇદે કહ્યું છે કે, પાકિસ્તાની સરકાર પર તેમની ધરપકડ માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે પછી તેમને નજરબંધ કરવામાં આવ્યા. આ દબાણ માટે ભારત સરકાર અને પીએમ મોદી જવાબદાર હોવાનો તેમનો દાવો છે. તેમણે આગળ કહ્યું કે, 'ભારતના દબાણમાં આવીને જ પાકિસ્તાન સરકારે મને નજરબંધ રાખ્યો છે. જમાત ઉત દાવાથી પાકિસ્તાનને કોઇ તકલીફ નથી. જમાત ઉત દાવા તો પાકિસ્તાનમાં લોકોની રક્ષા કરે છે અને તેમના માટે પોતાની જાત કુરબાન કરે છે. મેં કાશ્મીરમાં અનેક સેમિનાર અને રેલીઓ કાઢવાની યોજના બનાવી, એ પછી ભારત સરકારે પાકિસ્તાન પર દબાણ કર્યું અને મને નજરબંધ કરવામાં આવ્યો.'

આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ ટ્રંપ પર પણ પ્રહારો કરતાં કહ્યું કે, અત્યારે ટ્રંપ નવા-નવા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે અને મોદી સાથે પાક્કી મિત્રતા નિભાવવા માંગે છે એટલે એમના તરફથી પણ દબાણ થઇ રહ્યું છે. મને અમેરિકા સામે કોઇ ઝગડો નથી, ઝગડો તો ભારત સાથે છે, કાશ્મીરના મામલે.

અહીં વાંચો - રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સાત મુસ્લિમ દેશોને કર્યા બેન

નોંધનીય છે કે હાઉસ અરેસ્ટ કે નજરબંધમાં વ્યક્તિને તેના જ ઘરમાં કેદ કરવામાં આવે છે અને તેમની પર કડક નજર રાખવામાં આવે છે. તે વ્યક્તિને ઘરની બહાર ક્યાંય આવવા-જવાની છૂટ નથી હોતી.

English summary
Hafiz Muhammad Saeed put under house arrest.
Please Wait while comments are loading...