હાફિઝ સઇદની મુક્તિ પર કોંગ્રેસે કર્યો વાર તો અમેરિકાએ કહ્યું આ

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે મુંબઇ હુમલાના દોષી આતંકી હાફિઝ સઇદને નજરબંધથી મુક્ત કરવાનો આદેશ કર્યો છે. લાહોર હાઇ કોર્ટની સુનવણી પછી હફીજ સૈયદે આઝાદ થવાની સાથે જ ભારત અને કાશ્મીર વિરુદ્ધ ઝેર ફેલાવાનું શરૂ કરી દીધું છે. કોર્ટના આદેશ મુજબ ગુરુવારે આતંકી હાફિઝ સઇદને નજરબંધીથી બહાર કરવામાં આવ્યા છે. પણ તે પહેલા તેણે એક વીડિયોના માધ્યમથી કહ્યું છે કે તેમનું સંગઠન હંમેશા કાશ્મીરની આઝાદી માટે લડતું રહેશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હાફિઝ સઇદને વધુ ત્રણ મહિના નજરકેદ રાખવાની માંગ કોર્ટેને કરી હતી પણ કોર્ટે તેને ફગાવી દીધી હતી. અને તેને મુક્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે.

હાફિઝ સઇદની મુક્તિ પર કોંગ્રેસે કર્યો વાર તો અમેરિકાએ કહ્યું આ

અમેરિકાની પ્રતિક્રિયા

જો કે હાફિઝ સઇદની મુક્તિ પર અમેરિકા તેના નારાજગી વ્યક્ત કરી છે. હાફિઝ સઇદ પાકિસ્તાનની લાહોર કોર્ટમાંથી ઠોસ પુરાવાના હોવાના કારણે 11 મહિના માટે તેને મુક્ત કરી રહ્યા છે. ત્યારે હાફિઝ સઇદની મુક્તિ પછી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે લશ્કર એક આતંકી સંગઠન છે અને હાફિઝ સઇદ એક આતંકવાદી છે. ત્યારે એક વૈશ્વિક આતંકીને મુક્ત કરવા મામલે તેને નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસનો વાર

તો મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે પાકિસ્તાન 26/11ના મુંબઇ હુમલાના કુખ્યાત અગ્રવાદી હાફિઝ સઇદને મુક્ત કરી રહી છે. કારણ સાફ છે કે પાકિસ્તાન નાપાક અગ્રવાદીઓનો સંરક્ષક છે. ત્યારે ક્યાં ગયા 56 ઇંચની છાતી વાળા અને ક્યાં ગઇ મજબૂત કૂટનીતિ?

English summary
Hafiz Saeed: After Hafiz Saeed released Read what Congress and America said on it. Read here more

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.