26/11 હુમલામાં મારી સંડોવણી સાબિત નહીં કરી શકોઃ સઇદ
ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે રાજકીય પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ આતંકવાદી હાફિઝ સઇદે ટ્વીટર પર નવો વીડિયો પોસ્ટ કરી બફાટ કરી છે. લશ્કર-એ-તૈયબાના વડા સઇદે શેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે ભારત મુંબઇ હુમલામાં મારી સંડોવણી કયામત સુધી સાબિત નહીં કરી શકે.

ઉલ્લેખનીય છે કે સંબંધો સુધારવાની અપેક્ષાએ હાલમાં વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાતે ગયાં હતાં. સુષ્મા સ્વરાજ પાકિસ્તાનથી પરત ફર્યાં બાદમાં હાફિઝ સઇદે આ વીડિયો શેર કર્યો હતો. ટ્વીટમાં લખ્યું હતું કે મુંબઇ હુમલાને લઇ ભારત કોઇ મજબૂત પુરાવા પણ નથી શોધી શક્યું, જ્યારે 1971 અંગે મોદીએ ભારતની ભૂમિકા સ્વીકારી લીધી છે.
India has failed to provide any evidence of Mumbai attacks, while on the other hand Modi has confessed for worst terrorism of #1971
— Hafiz Muhammad Saeed (@HafizSaeedJUD01) December 13, 2015 Our Gov remained Silent, but let me respond to @SushmaSwaraj - Do Listen carefully #NazariaPakistan pic.twitter.com/rFtcaqTS3T
— Hafiz Muhammad Saeed (@HafizSaeedJUD01) December 13, 2015 જણાવવું જોઇએં કે 26 નવેમ્બર 2008માં મુંબઇમાં થયેલ ટેરર અટેકમાં 171 લોકોનાં મોત થયાં હતાં.












Click it and Unblock the Notifications
