જર્મન મહિલાની હમાસે હત્યા કરી લાશની પરેડ કાઢી, આવી રીતે થઇ ઓળખાણ
ઇઝરાયેલની સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જર્મન ટેટુ કલાકારની મોત થઇ ચુકી છે. જેને 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ હમાસના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેનું નામ શાની લૌક હતું.
આઈડીએફ દ્વારા લૌકના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. શાની લૌકની માતા રિકાર્ડા લૌકે કહ્યું કે, તેને ગઈકાલે આ વિશે જાણવા મળ્યું હતું. શનિ લૌકની બહેને પણ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે.

હિબ્રુ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ઇઝરાયેલની શોધ અને બચાવ સેવા જાકાએ લૌક પરિવારને કહ્યું કે, તેમને શનિની ખોપરી મળી છે.
જેના આધારે તેણે શનિની ઓળખ કરી હતી. જોકે, હજુ સુધી તેનો મૃતદેહ મળ્યો નથી. જોકે, શાનીની ખોપડીનો ભાગ ક્યાં અને ક્યારે મળ્યો તે અંગે મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો નથી.
શાની લૌક 7 ઓક્ટોબરના હુમલાના દિવસે ઇઝરાયેલમાં ટ્રાઇબ ઓફ સુપરનોવા કોન્સર્ટમાં હાજર હતી, જેના પર હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને શાની લૌકની પણ હત્યા કરી હતી.
આ સંગીત સમારોહમાં હાજરી આપવા આવેલા 260 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન હમાસના લડવૈયાઓએ ઘણા લોકોને બંધક બનાવ્યા હતા.
જર્મન મહિલા શાની લૌકની હત્યા કર્યા પછી, આતંકવાદીઓએ તેના શરીરને છીનવી લીધું, તેના હાથ-પગ બાંધી દીધા અને તેને કારમાં બેસાડી દીધી હતી.
હમાસના આતંકવાદીઓએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં શાનીનો મૃતદેહ ટ્રકની પાછળ ફેલાયો હતો. તેની આસપાસ આતંકવાદીઓ હતા અને તેઓ ધાર્મિક નારા લગાવી રહ્યા હતા અને તેના પર થૂંકી રહ્યા હતા.
આવા સમયે હમાસે દાવો કર્યો હતો કે, આ મૃતદેહ એક મહિલા ઇઝરાયેલ સૈનિકનો છે, પરંતુ શાનીના પિતરાઈ ભાઈ તોમાસીનાએ પુષ્ટિ કરી કે, હત્યા કરાયેલી છોકરી તેની બહેન હતી. ટોમાસિનાએ તેને તેના પગ અને વાળ પરના ટેટૂ દ્વારા ઓળખી કાઢી હતી.
શાની લૌક વ્યવસાયે ટેટૂ આર્ટિસ્ટ હતી. શાની લૌક, ઇઝરાયેલ એક સંગીત ફેસ્ટમાં આવ્યા હતા, જેનું આયોજન શાંતિ માટે કરવામાં આવ્યું હતું, પરંતુ આ જ કોન્સર્ટમાં આતંકવાદીઓએ શાની લૌક પર હુમલો કરીને હત્યા કરી હતી.
શાની લૌકની પિતરાઈ બહેન તોમાસિનાએ જણાવ્યું હતું કે, જ્યારે અમે તે વાયરલ વીડિયો જોયો, ત્યારે અમે ઓળખી ગયા કે, તે તેની બહેન શાની છે. કારણ કે, અમે શાની લૌકના પગ પરના ટેટૂને ઓળખ્યા હતા. એટલું જ નહીં, શાનીના વાળ પણ જોઈને અમને ખાતરી થઈ ગઈ હતી.
શાનીના પરિવારે જણાવ્યું હતું કે, તેમને તેમની બેંકમાંથી માહિતી મળી હતી કે, તેમના ક્રેડિટ કાર્ડનો ગાઝામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે, તે લૂંટવામાં આવ્યો હોઈ શકે છે. ઇઝરાયેલ પર હુમલાના દિવસો પછી, શાની લૌકની માતાએ કહ્યું કે, તેણીને વિશ્વાસ છે કે તેની પુત્રી જીવિત છે.
એક વીડિયો સંદેશમાં, તેની માતા રિકાર્ડા લૌકે કહ્યું કે, ગાઝા પટ્ટીમાં એક પારિવારિક મિત્રએ તેને કહ્યું કે, તેની પુત્રી હમાસની હોસ્પિટલમાં જીવિત છે.












Click it and Unblock the Notifications
