For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોરી કરશો કાપી દઈશુ હાથ, ગેરકાયદે સંબંધ બાંધ્યો તો આપવામાં આવશે કઠોર સજા - તાલિબાન

તાલિબાનના અફઘાનિસ્તાન પર ફરીથી કબ્જા સાથે તેનુ 'મિનિસ્ટ્રી ઑફ પ્રોપેગેશન વર્ચ્યુ પ્રિવેન્શન ઑફ વાઈસ' પણ પાછુ આવી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ તાલિબાનના અફઘાનિસ્તાન પર ફરીથી કબ્જા સાથે તેનુ 'મિનિસ્ટ્રી ઑફ પ્રોપેગેશન વર્ચ્યુ પ્રિવેન્શન ઑફ વાઈસ' પણ પાછુ આવી ગયુ છે જેને અફઘાનિસ્તાન પર અમેરિકન સૈનિકોના કબ્જા બાદ હટાવી દેવામાં આવ્યુ હતુ. આ મંત્રાલયની વાપસીએ અફઘાનીઓના દિલમાં ડર પેદા કરી દીધો છે. વાસ્તવમાં, આ મંત્રાલયનુ કામ દેશમાં કઠોર શરિયા કાયદો લાગુ કરવાનુ છે. જેના ઉલ્લંઘન પર કઠોર સજા આપવામાં આવશે. આ મંત્રાલય પુરુષ સાથી વિના મહિલાઓના ઘરની બહાર જવા પર અને અને સંગીત તેમજ મનોરંજન પર પ્રતિબંધ જેવા નિયમો લાગુ કરે છે અને તેની દેખરેખ કરે છે. અફઘાનિસ્તાનના મધ્ય ક્ષેત્રના પ્રમુખ મોહમ્મદ યૂસુફે ન્યૂયૉર્ક પોસ્ટથી કહ્યુ કે અમારો મુખ્ય ઉદ્દેશ ઈસ્લામની સેવા કરવાનો છે માટે મિનિસ્ટ્રી ઑફ પ્રોપેગેશન વર્ચ્યુ એન્ડ પ્રિવેન્શન ઑફ વાઈસ મંત્રાલય હોવુ જરુરી છે.

taliban

મોહમ્મદ યૂસુફે કહ્યુ કે શરિયા કાયદાનુ ઉલ્લંઘન કરનારાને તાલિબાન શાસન કઠોર સજા આપવામાં આવશે. મોહમ્મદ યૂસુફે આગળ કહ્યુ કે જો કોઈ હત્યારો હોય અને તેણે જાણી જોઈને ગુનો કર્યો હોય તો તેને મોતની સજા આપવામાં આવશે. પરંતુ જો તેને જાણી જોઈને આવુ ન કર્યુ હોય તો તેને એક નિશ્ચિત રકમની ચૂકવણી કરવા જેવી સજા આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે 1996-2001ના તાલિબાનના પહેલા શાસન દરમિયાન આ મંત્રાલયે અફઘાનિસ્તાનના રસ્તા પર નૈતિક પોલિસ બનાવી અને ગુનાના આધારે નિયમ તોડનારા લોકોને કોડા મારવામાં આવ્યા, પત્થરો મારવામાં આવ્યા, ત્યાં સુધી કે તેમને જાહેરમાં મારી નાખવામાં આવ્યા.

ન્યૂયૉર્ક પોસ્ટની રિપોર્ટ મુજબ તાલિબાની અધિકારીએ કહ્યુ કે ચોરી કરનારાના હાથ કાપી નાખવામાં આવશે જ્યારે ગેરકાયદે સંબંધ બનાવનારને પત્થરોથી મારવામાં આવશે. જો કે આ પહેલા પત્થરબાજી મોટાભાગે મહિલાઓ પર થતી હતી પરંતુ હવે આ સજા પુરુષો પર પણ લાગુ થશે. યૂસુફે આગળ કહ્યુ કે દોષ સાબિત કરવા માટે એ ઘટના માટે ચાર સાક્ષીઓની જરૂર પડશે. ન્યૂયૉર્ક પોસ્ટથી મોહમ્મદ યૂસુફે કહ્યુ કે જો ઘટનાને લઈને સ્હેજ પણ શંકા હશે તો કોઈ સજા આપવામાં નહિ આવે. સુપ્રીમ કોર્ટે આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપશે અને જો કોઈ દોષી જણાયુ તો અમે તેને કઠોર સજા આપીશુ.

English summary
Hands will be cut off for stealing, harsh punishment will be given for making illicit relations - Taliban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X