શુ તમે જોઈ છે સીરિયાના ગભરાયેલા લહુલુહાણ બાળકની તસ્વીર?
સીરિયાના અપોઝીશન એક્ટિવિસ્ટ એ એક ફૂટેઝ રજુ કરી છે. આ ફૂટેઝમાં એક નાના બાળકને એર સ્ટ્રાઇક પછી કાટમાળમાંથી નીકાળવામાં આવ્યો છે. આ બાળકની તસ્વીર હવે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે. આ બાળક એમ્બ્યુલન્સમાં રાખેલી નારંગી રંગની ખુરશી પર બેઠો છે. આ બાળકના ચહેરા પરથી જ તમે ભયનો અંદાઝો લગાવી શકો છો.
માનસિક રીતે તૂટી ગયો બાળક
અલેપ્પોના ડોક્ટરો એ જણાવ્યું કે આ બાળકની ઉમર 5 વર્ષ છે અને તેનું નામ ઓમરાન છે. આ બાળકને બુધવારે રાત્રે હુમલો થયા પછી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકને શારીરિક રીતે કોઈ જ નુકશાન નથી થયું પરંતુ તેની માનસિક હાલત ખરાબ છે.

આ બાળકનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો અલેપ્પો મીડિયા સેન્ટરએ રિલીઝ કર્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ બાળકને બહાર ખેંચી રહ્યો છે. ત્યારબાદ તેને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે. બાળક પોતાના ચહેરાને હાથ લગાવીને લોહીથી ખરડાયેલો છે.












Click it and Unblock the Notifications
