For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા ઉપર આફતના વાદળો છવાયાં, કોવિડ બાદ ભારે વરસાદનું એલર્ટ

કોરોના મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ત્રણ દિવસ પહેલાં શ્રેણી-4 વાવઝોડું આવ્યું હતું, જેણે કેટલાય વિસ્તારોમાં તબાહી મચાવી હતી.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ત્રણ દિવસ પહેલાં શ્રેણી-4 વાવઝોડું આવ્યું હતું, જેણે કેટલાય વિસ્તારોમાં તબાહી મચાવી, જ્યારે હવે કેટલાય મોટાં શહેરોમાં ભીષણ વરસાદનું એલર્ટ જાહેર થયું છે. જેને જોતાં ન્યૂયોર્કમાં પણ ઈમરજન્સી લગાવી દીધી છે. સાથે જ લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાની અપીલ કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ રાહત અને બચાવ દળ તહેનાત કરવામાં આવ્યા છે.

મેયરે કહી આ વાત

મેયરે કહી આ વાત

મેયર બિલ ડી બ્લાસિયોએ ટ્વીટ કરી લખ્યું કે, હું આજે રાતે ન્યૂયોર્ક શહેરમાં આપાતકાળની સ્થિતિ ઘોષિત કરી રહ્યો છું. આજે રાત્રે ઐતિહાસિક વરસાદ તશે, જેનાથી ભયંકર પૂર આવવાની આશંકા છે અને રસ્તા પર ખતરો પેદા થઈ શકે છે. એવામાં તમામ લોકો સુરક્ષિત સ્થળે જતા રહે અને રસ્તાઓથી દૂર રહે. સાથે જ આપાતકાલીન વિભાગના સંબંધિત લોકોને તેમનું કામ કરવા દો.

વીજળી પણ ગુલ

વીજળી પણ ગુલ

નીચાણ વિસ્તારોથી દૂર જતું રહેવાની અપીલ કરી છે. ચારેય તરફ પાણી ભરાય જાય તેવી આશંકા છે, એવામાં ડ્રાઈવ ના કરો. મેયર મુજબ સરકાર પાવર ગ્રીડ પર સરકારે પોતાની નજર બનાવી રાખી છે, અત્યાર સુધીમાં 5300 ગ્રાહકોને ત્યાં વીજળી ગુલ થઈ ગઈ છે. તેમણે ઉમ્મીદ જતાવી છે કે થોડા કલાકોમાં વરસાદ અટકી જશે, ત્યાં સુધી લોકોએ ઘરમાં રહેવું જોઈએ.

સબવેમાં પાણી ઘૂસ્યું

સબવેમાં પાણી ઘૂસ્યું

અમેરિકી પ્રશાસન મુજબ ન્યૂયોર્કમાં કેટલાય દિવસોથી વરસાદનો સિલસિલો ચાલુ છે, પરંતુ હવે ઘણા વરસાદની આશંકા જતાવાઈ છે. અગાઉ જ પાણી ભરાવવાના કારણે સબવે સર્વિસ બંધ કરવી પડી હતી. જ્યારે ન્યૂજર્સીમાં નીવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટ્સ સસ્પેન્ડ થઈ ગઈ. ન્યૂજર્સી ટ્રાંજિટે પણ રેલવે સેવાઓ અસ્થાયી રૂપે રોકી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રસ્તાઓ પર પાણી ભરાવવાથી કેટલાંય વાહનોને નુકસાન પહોંચ્યું છે.

English summary
Heavy rain alert in america, mayor of new york warns people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X