અહીં મહિલાઓ છુટાછેડા લઈને આઝાદીનો ઉત્સવ મનાવે છે, યોજાય છે ડિવોર્સ પાર્ટી
દુનિયા વિવિધ પરંપરાઓ અને રિવાથી ભરેલી છે. વિવિદ દેશ અને પ્રદેશોમાં લોકો પોતાની પરંપરાઓ સાથે જીવે છે. આવી જ એક પરંપરા આફ્રિકન દેશ મૌરિટાનિયામાં જોવા મળે છે. અહીં મહિલાઓ છુટાછેડા બાદ આઝાદીની ઉજવણી કરે છે.
પશ્ચિમ આફ્રિકાનો મૌરિટાનિયા તેની વિચિત્ર પરંપરાઓ માટે જાણીતો છે. અહીં એક અલગ જ પરંપરા જોવા મળે છે. આ દેશમાં છૂટાછેડાને દુઃખદ કે શરમજનક ઘટના માનવામાં આવતી નથી પરંતુ સ્ત્રીની સ્વતંત્રતા તરીકે જોવામાં આવે છે અને મહિલાઓ તેની ઉજવણી કરે છે.

અહેવાલો અનુસાર,અહીં સદીઓથી મહિલાઓ એકબીજાના છૂટાછેડામાં ખાવા, ગાવા અને ડાન્સ કરવા માટે જોડાય છે. હવે, કેક, સેલ્ફી અને સોશિયલ મીડિયા મોન્ટેજ સાથે પરંપરાગત ખોરાક અને સંગીત સાથે પરંપરાઓ પણ અપડેટ થઈ રહી છે.
મૌરિટાનિયામાં 100 ટકા વસ્તી મુસ્લિમ છે. રણમાં આવેલા આ દેશમાં છૂટાછેડા સામાન્ય છે. ઘણા લોકો પાંચથી 10 લગ્નો કરે છે અને કેટલાક 20 લગ્ન સુધી પહોંચી જાય છે.
જાણકારો અનુસાર, અહીં દુનિયાના સૌથી વધુ છૂટાછેડા થાય છે. મૌરિટાનિયાના સામે આવેલા આંકડા કરતા પણ વધારે છુટાછેડા થાય છે. કારણ કે અહીં મૌખિક બોલી કરીને જ છુટાછેડા થાય છે. ઘણી મહિલાઓ છૂટાછેડાને તેમના માટે આઝાદીની તક માને છે.
મૌરિટાનિયામાં છૂટાછેડાને લઈને આ વિચાર આધુનિક લાગે છે પરંતુ હકીકત અલગ છે. સ્ત્રીઓ પાસે તેમનો પ્રથમ જીવનસાથી પસંદ કરવા માટે બહુ ઓછા વિકલ્પો હોય છે. મોટાભાગની લગ્નની વિધિઓ સંપૂર્ણપણે પરંપરાગત છે અને માતાપિતા પોતે છોકરીઓ માટે વર પસંદ કરે છે. નાની ઉંમરે દીકરીઓના લગ્ન થઈ જવા એ સામાન્ય બાબત છે. દેશની એક તૃતીયાંશથી વધુ છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે.












Click it and Unblock the Notifications
