Hezbollah-Israel Conflict : ઇઝરાયેલ-હિઝબુલ્લાહ વય્ચે રોકેટ વોર, ઇઝરાયેલે 400 લોન્ચર્સ ઉડાવ્યા

Hezbollah-Israel Conflict : પેજર અને રેડિયો બ્લાસ્ટ બાદ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ ફરીથી સામસામે છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે સામસામા રોકેટ હુમલા જોવા મળ્યા છે.

અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર 85 જેટલા રોકેટ દાબ્યા છે. આ હુમલા બાદ ઇઝરાયેલે વળતો હુમલો કરતા હિઝબુલ્લાહના 400 જેટલા રોકેટ લોન્ચર્સ ઉડાવી દીધા છે.

Hezbollah-Israel Conflict

જણાવી દઈએ કે, ઓક્ટોબરમાં બન્ને વચ્ચે યુદ્ધની શરૂઆત બાદ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર આ સૌથી મોટો હુમલો છે.

આ હુમલામાં હિઝબુલ્લાહની મિસાઈલોથી ઇઝરાયેલને કોઈ વધુ નુકસાન થયુ નથી. હુમલાના સાયરન વાગતા એક યુવકનું કાર અકસ્માત સર્જાતા મોત થયુ છે. આ સિવાય અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે વૃદ્ધો સામેલ છે અને તેમને સામાન્ય ઈજા તઈ છે. અન્ય એક યુવતીને રોકેટના કાટમાળ સાથે અથડાવાને કારણે સામાન્ય ઈજાઓ થઈ છે.

એક નિવેદનમાં, હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે રોકેટ ફાયરે હૈફા વિસ્તારમાં રાફેલ સંરક્ષણ કંપનીની સુવિધાને નિશાન બનાવી છે. લેબનોનમાં ગયા અઠવાડિયે પેજર અને વોકી-ટોકી વિસ્ફોટોના જવાબમાં આ રોકેટ છોડાયા છે. જેમાં હિજબુલ્લાહના 30 થી વધુ સભ્યો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. આ હુમલા પાછલ ઇઝરાયેલનો હાથ હતો.

બીજી તરફ IDFએ જણાવ્યું કે હુમલામાં કોઈ રોકેટ સીધા ઇઝરાયલી શહેર પર નથી પડ્યા, IDFના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 1 વાગ્યે પહેલો હુમલો સાત રોકેટથી કરવામાં આવ્યો, 12 રોકેટનો મોટો હુમલો સવારે 5 વાગ્યાના થોડા સમય પહેલા કરવામાં આવ્યો અને ત્રીજો હુમલો પાંચ રોકેટ સાથે સવારે 5 વાગ્યા પછી કરવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X