Hezbollah New Leader : કોણ છે હિઝબુલ્લાહનો નવો નેતા હાશિમ સફીદ્દીન?

Hezbollah New Leader : હાલમાં જ ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ચીફ લીડરને મોતને ઘાટ ઉતાર્યો છે. મુખ્ય લીડરના મોત બાદ હિઝબુલ્લાહે તેના નવા નેતાના નામની જાહેરાત કરી દીધી છે.

ઇઝરાયેલી સેનાના સૌથી મોટા દુશ્મનોમાં સામેલ હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલ તરફથી સતત હુમલા થઈ રહ્યાં છે. ઇઝરાયેલે હિઝબુલ્લાહ ચીફની હત્યા કરીને મોટી સફળતા મેળવી છે.

Hezbollah New Leader

હિઝબુલ્લાહ ચીફ હસન નસરૂલ્લાહના મોત બાદ હવે આતંકી સંગઠનની કમાન હાશિમ સફીદ્દીનને સોંપવામાં આવી છે. હાશિમ સફીદ્દીન પણ એક મૌલવી છે અને માર્યા ગલેયા પુર્વ ચીફ હસન નસરૂલ્લાહનો પિતરાઈ ભાઈ છે.

1964માં દક્ષિણ લેબનાનના ડેર કનુન એન નાહરમાં જન્મેલો હાશિમ સફીદ્દીન લેબનીઝ શિયા ધર્મગુરુ અને હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યો છે. હસન નસરૂલ્લાહની હત્યા પછી હાશિમને કમાન્ડ સોંપવા ચર્ચા થઈ છે. નસરૂલ્લાહ છેલ્લા 32 વર્ષ સુધી હિઝબુલ્લાહ ચલાવતો હતો. આ દરમિયાન હાશિમ હિઝબુલ્લાહમાં જવાબદારીઓ સંભાળતો આવ્યો છે.

હાશિમ સફીદ્દીન હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો અધ્યક્ષ છે અને જેહાદ કાઉન્સિલને લીડ કરે છે. આ કાઉન્સિલ સંગઠનના સૈન્ય ઓપરેશનની યોજના બનાવે છે. હાશિમ કાળી પાઘડી પહેરે છે.

પયગમ્બર મોહમ્મદનો વંશજ હોવાનો દાવો કરતા હાશિમને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2017 માં આતંકી જાહેર કર્યો છે. તેણે ઈઝરાયલે હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડરને માર્યા બાદ યુદ્ધનું એલાન કર્યુ હતુ.

હાશિમ સતત ઈઝરાયેલ અને અમેરિકા સહિતના દેશો સામે ઝેર ઓકતો રહ્યો છે. પેલેસ્ટાઈન બાબતે તે આ તમામ દેશો વિરૂદ્ધ બોલે છે.

સફીદ્દીન નસરૂલ્લાહ નઈમ કાસિમ સાથે હિઝબુલ્લાહના ટોચના ત્રણ નેતાઓમાં સામલે હતો અને હંમેશા સંભવિત ચીફ તરીકે જોવામાં આવતો હતો. હવે તેને કમાન સંભાળી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X