ભારતીય એન્જિનિયરની હત્યા પર હિલેરીએ માંગ્યો ટ્રંપ પાસે જવાબ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકામાં ભારતીય એન્જિનિયરની હત્યાના મામલે હિલેરી ક્લિંટને અવાજ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરી અમરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ પાસે ચુપ્પી તોડવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, 'ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ ધમકી અને ધિક્કાર ભરેલા અપરાધો વધતા જાય છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિનું શું કહેવું છે? તેમણે આ મામલે ચુપ્પી તોડી આગળ આવવું જોઇએ.'

trump clinton

હિલેરી ક્લિંટન અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રંપના હરીફ હતા, ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં તો ટ્રંપ બાજી મારી ગયા, પરંતુ ડોનાલ્ડ ટ્રંપ ના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં જાતિવાદને કારણે થતી હત્યાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં ધિક્કારભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એનું તાજું ઉદાહારણ છે ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની હત્યા. 32 વર્ષીય કુચિભોટલાની એક વ્યક્તિએ જાતિવાદને કારણે ગોળી મારી હત્યા કરી હતી. તે સમયે હુમલો કરનાર વ્યક્તિ જોર-જોરથી કહી રહ્યો હતો કે, મારા દેશમાંથી બહાર નીકળી જાઓ.

અહીં વાંચો - #Oscar માં પણ ટ્રંપનો વિરોધ, ભૂરી રિબન પહેરી પહોંચ્યા સિતારાઓ

ભારતીય એન્જિનિયરની હત્યા અને અમેરિકામાં સતત બગડતા જતા વાતાવરણ અંગે હવે હિલેરી ક્લિંટને અવાજ ઉઠાવ્યો છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિને સાફ શબ્દોમાં કહ્યું કે, આપણે અમેરિકાના રાષ્ટ્રપતિને એમનું કામ બતાવવાની જરૂર નથી. તેમણે જાતે જ આ આખા મામલે પોતાનો જવાબ આપવો. અન્ય એક ટ્વીટમાં હિલેરી ક્લિંટને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપના મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર બેનના નિર્ણયની આલોચના કરી છે. તેમણે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સેક્રેટરીના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ રિપોર્ટ પરથી સાફ છે કે નાગિરકોની એન્ટ્રી બેન કરવાથી કોઇ ફાયદો નહીં થાય. હા, આવા નિર્ણયોથી ભય અને નારાજગી જરૂર વધે છે.

English summary
Hillary Clinton says With threats and hate crimes on rise, trump must speak out.
Please Wait while comments are loading...