For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની સામે ડરપોક સાબિત થયા બરાક ઓબામા!

|
Google Oneindia Gujarati News

દુનિયાના સુપરપાવર દેશ છે અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ છે બરાક ઓબામા છે દુનિયાના શક્તિશાળી લોકોમાંથી એક, તેમ છતાં આટલા સુપરપાવર દેશના શક્તિશાળી રાષ્ટ્રપતિને એક હોટલ ડરાવી ગઇ! ચીનનો ફફડાટ અમેરિકાને કેટલો છે તે વાતની સાફ સ્પષ્ટ થાય છે.

એટલું જ નહીં ચીને આ વખતે અમેરિકાને તેના જ ઘરમાં ડરાવી મૂક્યું છે. વાત જાણે કે એમ બની કે ન્યૂયોર્કમાં આ વખતે સંયુક્ત રાષ્ટ્રસંધની 70મી મહાસભાનું આયોજન કરવાનું છે. ત્યારે દર વખતે ન્યૂયોર્કના પાર્ક એવન્યૂ વિસ્તારમાં આવેલ હોટલ વાલડ્રોફ એસ્ટોરિયામાં જ રહેવાનું પસંદ કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ આ વખતે ચીનના કારણે આ હોટલમાં રહેવાનું ટાળ્યું છે.

ત્યારે શું છે આ મુદ્દો અને કેમ નરેન્દ્ર મોદી સામે ડરપોક સાબિત થયા બરાક ઓબામા તે વિષે વિસ્તૃત અહેવાલ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે જાણો મોદીનો સાથ આ હોટલમાં કોણ આપવાના છે. તો વાંચો આ આર્ટીકલ...

ચીને અમેરિકાને તેનાજ ઘરમાં ડરાવ્યું!

ચીને અમેરિકાને તેનાજ ઘરમાં ડરાવ્યું!

ચીનનો ફફડાટ અમેરિકાને કેટલા છે તે આ વાતે સાબિત કરી દીધું છે. દર વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ તેમના ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન હોટલ વાલડ્રોફ એસ્ટોરિયામાં રહીને વીતાવે છે. પણ આ વખતે તે આવું નહીં કરી શકે.

ચીને અમેરિકાને તેનાજ ઘરમાં ડરાવ્યું!

ચીને અમેરિકાને તેનાજ ઘરમાં ડરાવ્યું!

કારણ કે આ હોટલને હાલમાં એક ચીની કંપનીએ ખરીદી લીધી છે. સુત્રોનું માનીએ તો અમેરિકાને ભય છે કે આ હોટલમાં રહેવાથી ચીની સરકાર તેમના ડેટાને ડીકોર્ડ કરીને તેનો ઉપયોગ અમેરિકાની વિવિધ સાઇટને હેક કરવા માટે કરી શકે છે.

ચીનનો ડર

ચીનનો ડર

માટે જ આ વખતે અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રસંધની 70મી મહાસભા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ આ હોટલમાં રહેવા બદલે ન્યૂયોર્ક પેલેસ હોટલ નામની અન્ય એક હોટલમાં રોકાશે.

વ્હાઇટ હાઉસે આપી જાણકારી.

વ્હાઇટ હાઉસે આપી જાણકારી.

આ મામલે વ્હાઇટ હાઉસે પણ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે આ વખતે ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન ઓબામા અને તેમનો સ્ટાફ ન્યૂયોર્ક પેલેસે હોટલમાં રોકાશે.

વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા

વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા

અધિકારીઓએ જાણકારી આપી કે આ હોટલની કિંમત અને રાષ્ટ્રપતિની સુરક્ષાના કારણોને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

જો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે, સંયુક્ત રાષ્ટ્રસંધની 70મી મહાસભામાં હાજરી આપવા અમેરિકા આવવાના છે તે ન્યૂયોર્કની આ જ હોટલમાં રોકાવાના છે. ન્યૂયોર્કની વાલડ્રોફ એસ્ટોરિયા હોટલને ચીન દ્વારા ખરીદાયા બાદ પણ અને ચીન સાથે ભારતની અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ મોદી આ હોટલમાં રોકવાના છે.

મોદીનો સાથ આપશે આ!

મોદીનો સાથ આપશે આ!

તો વળી આ હોટલમાં મોદીનો સાથ આપશે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ. નવાઝ શરીફ પણ ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રસંધની મહાસભામાં હાજરી આપવાના છે. અને તે પણ મોદીની સાથે આ જ હોટલમાં રોકાશે.

શું મોદી શરીફ મળશે?

શું મોદી શરીફ મળશે?

ત્યારે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે કે એક જ હોટલમાં રહીને શું ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન એકબીજા સાથે મુલાકાત કરશે?.

શું છે શક્યતા

શું છે શક્યતા

ત્યારે મોદી અને શરીફ એકબીજાને મળશે કે કેમ તે પર હજી કોઇ અધિકૃત માહિતી મળી નથી. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરે મહાસભાના અધિવેશનને સંબોધિત કરવાના છે ત્યારે જ આ વાતની સ્પષ્ટતા થશે.

English summary
US President Barack Obama avoided his stay at hotel owned by a Chinese company but PM Narendra Modi will stay in that hotel only.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X