ભ્રષ્ટાચારના મામલે સેમસંગ માલિકની 22 કલાક પૂછપરછ

Written By:
Subscribe to Oneindia News

સાઉથ કોરિયા, ભારતની તુલનામાં નાનો દેશ છે, પરંતુ આ દેશ ભારતને ભ્રષ્ટાચાર મામલે શીખ આપી શકે એમ છે. સાઉથ કોરિયામાં સેમસંગ ગ્રૂપના માલિકને ભ્રષ્ટાચાર માટે જે સજા મળી રહી છે, એ જાણીને ભારતને આવા મામલાને કોઇ પણ જાતના ભેદભાવ વિના ઉકેલવાની શીખ મળે છે. જે વાઇ લી સેમસંગ ગ્રુપના માલિક છે અને તેમની એક કરપ્શન સ્કેન્ડલ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે, આ સ્કેન્ડલ સાઉથ કોરિયન રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હાઇ સાથે સંબંધિત છે.

samsung curruption

5 ડોલરનું લંચ આપવામાં આવ્યું

લી ની 22 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી અને આ પૂછપરછ દરમિયાન તેમને માત્ર પાંચ ડોલરવાળું લંચ આપવામાં આવ્યું. જે લંચ લી ને આપવામાં આવ્યું એને જાજાનગેમેયૉન કહે છે. આ સિવાય તેમને ડિનરમાં ચાઇનીઝ બ્લેક બીન પેસ્ટ નૂડલ આપવામાં આવી, જેને સાઉથ કોરિયામાં સસ્તું ખાવાનું કહે છે. પૂછપરછ દરમિયાનના 22 કલાકમાં લીને એક મિનિટ પણ સુવા દેવામાં નથી આવ્યા.

6.2 બિલિયનની છે સંપત્તિ

નોંધનીય છે કે. લી પાસ 6.2 બિલિયન ડૉલરની સંપત્તિ છે. શુક્રવારની સવારે લી ને રાજધાની સિયોલની સર્દન સિયોલ ઓફિસ છોડી હતી, ત્યારે તેમણે એ જ કપડા પહેર્યા હતા જે તેમણે એક દિવસ પહેલા ઓફિસ જતી વખતે પહેર્યા હતા. 48 વર્ષીય લી જ્યારે બહાર આવ્યા ત્યારે એમના ચહેરા પરથી સાફ દેખાતું હતું કે આ પૂછપરછની તેમના પર કેટલી અસર થઇ છે.
બે અધિકારીઓએ લી ની પૂછપરછ કરી હતી, જેમાંથી એકનું નામ શેબૌલ સ્નાઇપર છે. લી એ મીડિયા સાથે વાત ના કરી, પરંતુ એક પ્રૉસિક્યૂશન ઓફિસરે ન્યૂઝ એજન્સિસને આ પૂછપરછ અંગે જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે, ના તો લી સૂતા છે, ન કોઇ અન્ય અધિકારી.

કંપની પર લાગ્યો છે લૉબિંગનો આરોપ

સાઉથ કોરિયામાં એ વાતની તપાસ કરી રહી છે કે, રાષ્ટ્રપતિના મિત્ર ચોઆઇ સૂનના બિઝનેસ અને ફાઉન્ડેશનને સેમસંગ તરફથી 25 બિલિયન ડૉલર આપવામાં આવ્યા. આ રકમ નેશનલ ફંડના સપોર્ટમાં આપવામાં આવી હતી, જે સેમસંગ સાથે જોડાયેલા 2 સંસ્થાનોના મર્જર માટે લેવામાં આવી હતી. બુધવારે લી ને શંકાસ્પદ ગણાવવામાં આવ્યા અને ગુરૂવારની સવારે તેમને પૂછપરછનું સમન મોકલવામાં આવ્યું.

પૂછપરછ માટે બનાવ્યો અલગ રૂમ

વર્ષ 2014માં તેમના પિતા લી કુઆન હી નું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ લી ને આ કંપનીના હેડ બનાવવામાં આવ્યા હતા. સેમસંગ પર બે ફાઉન્ડેશનને પૈસા આપવાનો આરોપ છે. સાથે જએક ચોઆઇ ની એક ફર્મને પૈસા આપવાનો આરોપ છે. જે રૂમમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી તેને 'ડિજિટલ રેકોર્ડિંગ ઇન્ટેરોગેશન રૂમ' કહે છે, જેને ખાસ રાષ્ટ્રપતિ ભ્રષ્ટાચાર કેસની સુનાવણી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ રૂમમાં એક ટેબલ અને આશરે છ ખુરશીઓ છે અને સીસીટીવી કેમેરા છે.

English summary
South Koreas massive Samsung Groups boss Jay Y. Lee is being questioned in a corruption scandal. He was given a $5 box meal for lunch and did not sleep in over 22 hours.
Please Wait while comments are loading...