India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વીના અંત સમયે કંઈક આવા દેખાતા હશે મનુષ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે માણસની છેલ્લી સેલ્ફી લીધી!

By Desk
|
Google Oneindia Gujarati News

વિકાસની પ્રક્રિયામાં માનવી ઝડપથી પૃથ્વીને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેની નકારાત્મક અસરો લાંબા સમયથી જોવા મળી રહી છે. જો આમ જ ચાલતું રહેશે તો એ દિવસ દૂર નથી જ્યારે પૃથ્વી સંપૂર્ણપણે નાશ પામશે. હવે સવાલ એ ઊભો થાય છે કે પૃથ્વીનો અંત કેવી રીતે થશે અને તે સમયે માનવીની સ્થિતિ કેવી હશે? હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ફ્યૂચરની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ

ફ્યૂચરની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ

OpenAI નામની કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. તેણે DALL-E AI નામની સિસ્ટમ તૈયાર કરી છે. જેની મદદથી ભવિષ્યમાં થનારી ઘટનાઓની બ્લુ પ્રિન્ટ અમુક અંશે તૈયાર કરી શકાય છે. જ્યારે તેને તૈયાર કરનારા લોકોએ સવાલ પૂછ્યો કે પૃથ્વીના અંત પછી મનુષ્ય કેવો હશે, ત્યારે એક ખૂબ જ ભયાનક તસવીર સામે આવી.

પાછળ વિનાશ દેખાયો

પાછળ વિનાશ દેખાયો

DALL-E AIના ફોટો ચારે બાજુ ભયાનક દ્રશ્યો દર્શાવે છે. તેમાં એક વ્યક્તિ ફોન લઈને ઉભો છે, જ્યારે તેની પાછળ ધુમાડો છે, જે વિસ્ફોટને કારણે હતો. ઘણી જગ્યાએ આગ પણ જોવા મળી રહી છે. ત્યાં ધુમાડો એટલો હતો કે આકાશ દેખાતું ન હતું. તેને જોઈને એવું લાગ્યું કે ક્યાંક મોટું યુદ્ધ થયું છે અને તેના કારણે બધું બરબાદ થઈ ગયું છે. આ સિવાય અન્ય એક તસવીરમાં એક વ્યક્તિ ઉભો છે, જ્યારે તેની પાછળની મોટી ઇમારતોમાં આગ લાગી છે.

વિનાશ કેવી રીતે થયો?

વિનાશ કેવી રીતે થયો?

જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે નથી જણાવ્યું કે આ આપત્તિ કેવી રીતે આવી, પરંતુ તસવીરો જોઈને સ્પષ્ટ થઈ ગયું કે આ સ્થિતિ ગ્લોબલ વોર્મિંગ અને યુદ્ધના કારણે થઈ હશે. તસવીરોમાં ઘણી જગ્યાએ માનવીના હાડપિંજર જોવા મળે છે. આની સાથે જ ખતરનાક કેમિકલના કારણે માનવીની ત્વચા પણ દાઝતી જોવા મળી રહી છે. જો કે, આ તસવીરો AIની મદદથી તૈયાર કરવામાં આવી છે, જેના કારણે તે કંઈક અંશે કાર્ટૂન જેવી લાગે છે.

લોકોએ આવી પ્રતિક્રિયા આપી

લોકોએ આવી પ્રતિક્રિયા આપી

કંપનીએ આ તસવીરો જાહેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જેને લઈને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરતા લખ્યું કે જે ઝડપે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને જે ઝડપે માણસો જંગલો કાપી રહ્યા છે, આ નજારો જોવામાં હવે બહુ દિવસો બાકી નથી. અન્ય એક યુઝરે લખ્યું કે પર્યાવરણ સુરક્ષા માટે તમામ દેશો દ્વારા કરવામાં આવેલા વાયદા પોકળ છે, જેની કિંમત આવનારા દિવસોમાં માનવી ચૂકવશે.

English summary
Human beings will look something like this at the end of the earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X