હવે માનવ મૂત્રથી પણ ચાર્જ થશે મોબાઇલ ફોન!

બ્રિસ્ટલ રોબોટિક્સ લેબોરેટરીમાં કામ કરનાર વૈજ્ઞાનિકોએ આ મહત્વપૂર્ણ શોધ કરી છે. શોધમાં તેમને જાણવા મળ્યું હતું કે પેશાબ વડે વિજળી ઉત્પન્ન કરી મોબાઇલ ફોનને ચાર્જ કરી શકાય છે.
યૂનિવર્સિંટી ઓફ ધ વેસ્ટ ઇગ્લેંડ (યૂડબ્લ્યૂઇ), બ્રિસ્ટલના વિશેષજ્ઞ ડૉ. લોએનિસ લેરોપૌલસે કહ્યું હતું કે અમે એ વાતથી ખુબ ઉત્સાહિત છીઈ કે આવું દુનિયામાં પ્રથમ વાર થયું છે. કોઇએ પેશાબથી વિજળી ઉત્પન્ન કરી હોય. આ પ્રકારની શોધ ખૂબ ઉત્સાહવર્ધક છે. આ નકામા પદાર્થનો વિજળી ઉત્પન્ન કરવા માટે ઉર્જાના રૂપમાં પ્રયોગ કરવો પર્યાવરણ માટે પણ યોગ્ય છે.
લેરોપૌલસે કહ્યું હતું કે આપણો પેશાબ એક એવો પદાર્થ છે જે ક્યારેય ખતમ થતો નથી. આનાથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે પેશાબને માઇક્રોબિયલ ઇંઘણ કોશિકાઓ (એમએફસીઝ)ના કેસકેડથી પ્રવાહિત કરી શકાય છે જેથી વિજળી ઉત્પન્ન થાય છે. આનાથી આપણને પ્રકૃતિના અનિયમિત ઉર્જાના સ્ત્રોતો સૂર્ય કે હવા પર નિર્ભર રહેવું ન પડે. તેમને કહ્યું હતું કે આ પ્રકારે ચાર્જ કરેલા મોબાઇલ ફોનથી એસએમએસ સંદેશ મોકલવા, વેબ બ્રાઉજિંગનો ઉપયોગ કરવો અને સંક્ષિપ્ત ફોન કોલ કરવા જેટલી ઉર્જા ઉત્પન્ન થઇ શકે છે.












Click it and Unblock the Notifications
