For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને પાકિસ્તાની હોવાનો ગર્વ, હું પશ્ચિમી દેશોની કઠપુતળી નથીઃ મલાલા

|
Google Oneindia Gujarati News

લંડન, 14 ઓક્ટોબરઃ ગુરુવારે યુરોપીય સંઘના ‘સખારોવ માનવાધિકર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવેલી પાકિસ્તાની મલાલા યુસુફઝાઇનું કહેવું છે કે, મને પાકિસ્તાની હોવાનો ગર્વ છે અને હું પશ્ચિમી દેશોની કઠપુતળી નથી. મલાલાએ દાવો કર્યો છે કે, આજે પાકિસ્તાનમાં લોકો મારું સમર્થન કરે છે કારણ કે ત્યાં પરિવર્તનની જરૂર છે અનેતે પાકિસ્તાનના રાજકારણમાં ઉતરવા માંગે છે.

malala-with-respect
રવિવારે એક ટીવી ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં મલાલાએ એ આરોપોનું ખંડન કર્યું કે, તે પશ્ચિમી દેશોની સમર્થક છે, તેણે કહ્યું કે, શિક્ષા ના તો પૂર્વિય હોય છે અને ના તો પશ્ચિમી. તેના પર દરેકનો અધિકાર છે. આજે પાકિસ્તાનના તમામ લોકો મને સમર્થન કરે છે. જ્યારે મને ગોળી વાગી તો લોકો હું મલાલા છું તેવા બેનર લઇને સૂત્રોચ્ચાર કરતા હતા. એ લોકોએ હું તાલિબાની છુંના પોસ્ટર નહોતા પકડ્યાં.

મલાલાએ કહ્યું છે કે, લોકો મને શિક્ષા મટા ઉઠાવવામાં આવેલા અભિયાનને જારી રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેનું માનવું છે કે, આપણે શિક્ષા અભિયાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને સીરિયાથી શરૂ કરવાની જરૂરિયાત છે. 16 વર્ષિય મલાલાએ એ વાતનો ઇન્કાર કર્યો કે તે વિકસિત દેશોમાં જ વસવા માગે છે.

મલાલા યુસુફઝાઇને ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સ્કૂલ બસમાં ગોળી મારવામાં આવી હતી, ત્યાર બાદ તેની સારવાર લંડનમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના કેટલાક તાલિબાની સંગઠનો માને છે કે, પશ્ચિમી દેશ મલાલાનો સહારો લઇને ઇસ્લામને બદનામ કરી રહ્યાં છે.

English summary
i feel proud to be a pakistani girl malala yousafzai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X