For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નસીબ હોય તો આવા, પતિ-પત્નીએ અધધ 7.35 કરોડની એક સાથે બે લોટરી લાગી!

કહેવાય છે ને કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને એટલું બધું આપે છે કે તેને રાખવા માટે જગ્યા ઓછી હોય છે. આવું જ કંઈક આ પતિ-પત્ની સાથે થયું, જેને એક નહીં પણ બે-બે લોટરી લાગી.

By Desk
|
Google Oneindia Gujarati News

કહેવાય છે ને કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને એટલું બધું આપે છે કે તેને રાખવા માટે જગ્યા ઓછી હોય છે. આવું જ કંઈક આ પતિ-પત્ની સાથે થયું, જેને એક નહીં પણ બે-બે લોટરી લાગી. આ લોટરીમાં આ પતિ-પત્નીએ એક મિલિયન ડોલર મળ્યા છે. લોટરી લાગતા બંનેએ નક્કી કર્યું છે કે આ રકમથી તે પહેલા તેમના ઘર અને કારની લોન ચૂકવશે અને તે પછી કુટુંબ આયોજન કરશે. ચાલો જાણીએ કે આ પતિ-પત્ની કોણ છે અને બંનેને આટલી મોટી લોટરી કેવી રીતે લાગી?

પતિ-પત્નીને આટલી મોટી લોટરી કેવી રીતે લાગી?

પતિ-પત્નીને આટલી મોટી લોટરી કેવી રીતે લાગી?

આ ઘટના યુએસના રાજ્ય નોર્થ કેરોલિનાનો છે, ત્યા રહેતા લ્યુથર અને તેની પત્ની કોન્સ્ટેન્સ કેનનને એક જ નંબર પર બે વખત લોટરી લાગી છે. ગયા રવિવારે લ્યુથરે રોકી માઉન્ટમાં યમન ફૂડ માર્ટમાંથી નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરી જેકપોટથી સમાન નંબર સાથે બે ટિકિટ ખરીદી હતી. તેણે આમાંથી એક ટિકિટ પોતાના માટે લીધી હતી, જ્યારે બીજી ટિકિટ તેની પત્ની માટે ખરીદી હતી.

997,400 ડોલરનો જેકપોટ લાગ્યો

997,400 ડોલરનો જેકપોટ લાગ્યો

બીજા દિવસે જ્યારે લ્યુથર બજારમાં કેટલીક ઘરવપરાશની વસ્તુઓ ખરીદવા ગયો ત્યારે તે ફરીથી તે જ લોટરી સ્ટોર પર ગયો અને તેની ટિકિટ ચેક કરી. જો કે સ્ટોર પર લ્યુથરને કહેવામાં આવ્યું હતું કે તેને આ માટે હેડક્વાર્ટર જવું પડશે. લોટરી હેડક્વાર્ટર પર પહોંચતા લ્યુથરને લોટરીના સમાચાર મળ્યા.

હું આનંદથી રડવા લાગી - કોન્સ્ટેન્સ કેનન

હું આનંદથી રડવા લાગી - કોન્સ્ટેન્સ કેનન

લ્યુથર વ્યવસાયે ટેકનિશિયન છે, જ્યારે તેની પત્ની કોન્સ્ટેન્સ કેનન યુએસ લશ્કરમાં વહીવટી સહાયક તરીકે સેવા આપી રહી છે. કોન્સ્ટેન્સ કેનેને કહ્યું કે, જ્યારે મારા પતિ ઘરે આવ્યા, ત્યારે તેમણે પહેલા મને તે લોટરીની ટિકિટ બતાવી અને પછી વિજેતા નંબર તેના મોબાઈલ પર બતાવ્યા. હું ચોંકી ગયો અને આનંદથી રડવા લાગી.

ટેક્સ કપાઈને આટલા રૂપિયા મળશે

ટેક્સ કપાઈને આટલા રૂપિયા મળશે

આ પછી બંને પતિ -પત્ની મંગળવારે લોટરી હેડક્વાર્ટર પહોંચ્યા અને તેમની ઇનામની રકમ મેળવી. બંનેને લોટરી પ્રાઇઝ મની તરીકે અલગ અલગ 498,700 ડોલરની રકમ મળી છે. જો કે ટેક્સ કાપ્યા પછી બન્નેને 352,830 ડોલર મળ્યા.એક સાથે લોટરી જીત્યા બાદ પતિ-પત્ની બંને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.

આ રકમનું પતિ-પત્ની શું કરશે?

આ રકમનું પતિ-પત્ની શું કરશે?

પોતાની લાગણીઓ શેર કરતા કોન્સ્ટેન્સ કેનને કહ્યું, વિશ્વાસ નથી કરી શકતો કે અમે બંનેએ આટલી મોટી રકમ જીતી છે. આ ક્ષણો આપણા બંને માટે ખૂબ જ આશ્ચર્યજનક છે. લોટરીમાં મળેલી ઇનામી રકમ એટલી બધી છે કે હવે ઘર અને કારની લોન સરળતાથી ચૂકવી શકીએ છીએ અને પરિવાર માટે થોડું આયોજન પણ કરી શકીએ છીએ.

ભગવાનનો આભાર કે મને આ દિવસ જોવા મળ્યો

ભગવાનનો આભાર કે મને આ દિવસ જોવા મળ્યો

કોન્સ્ટેન્સના પતિએ તેના ફેસબુક પર આ માહિતી શેર કરી અને લખ્યું, ભગવાનનો આભાર કે અમને આ દિવસ જોવા મળ્યો અને સાથે જ હું પ્રાર્થના કરું છું કે મારો પરિવાર અને મિત્રો હંમેશા ખુશ રહે. હું ખૂબ જ ખુશ છું અને મારી પત્ની સાથે સંપૂર્ણપણે સંમત છું કે અમે બંને હજી પણ વિશ્વાસ કરી શકતા નથી કે અમે આટલી મોટી રકમ જીતી છે.

દુનિયામાં આવું નસીબ ધરાવનાર એકમાત્ર કપલ હશે

દુનિયામાં આવું નસીબ ધરાવનાર એકમાત્ર કપલ હશે

પતિ અને પત્નીની આ જીત પર લોકો નોર્થ કેરોલિના લોટરીની સાઇટ પર બંનેને અભિનંદન આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, તેમના માટે કેટલી સુંદર ક્ષણ છે, હું પતિ અને પત્ની બંનેનો વિચાર કરીને ખૂબ જ ખુશ છું. અભિનંદન આપતી વખતે અન્ય વ્યક્તિએ લખ્યું, નસીબ શું છે, કદાચ તે વિશ્વનો એકમાત્ર નસીબદાર વ્યક્તિ હશે, જેને એક સાથે બે લોટરી મળી છે. હું એટલું જ કહીશ-વાહ....

English summary
If there is luck, such a couple won two lotteries at the same time worth Rs 7.35 crore!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X