દારૂ પીને ટલ્લી થયા તો સરકાર ઘરે મુકવા આવશે, આ દેશે બનાવ્યો અનોખો નિયમ
સામાન્ય રીતે દારૂ પીને ટલ્લી થઈને લોકોને મુશ્કેલી ઉભી કરનારાઓને દંડ કે સજા કરાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક દેશમાં નિયમ બનાવાયો છે કે હવે દારૂ પીને ટલ્લી થનારાને સરકાર ઘરે પહોંચાડશે.
વધુ પડતાં દારૂ પીવાને કારણે માર્ગ અકસ્માતના કેસોમાં વધારો થયો છે. આ અકસ્માતોને રોકવા ઈટાલીમાં નવો નિયમ બનાવવામાં આવ્યો છે.

જો તમે ઇટાલીના બારમાં વધુ પડતો દારૂ પીધો હશે તો સરકાર તમને ટેક્સી દ્વારા ઘરે લઈ જશે. ખાસ વાત એ છે કે આ સેવા માટે તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
ઈટાલિયન સરકારે એક મહિના માટે 6 નાઈટક્લબમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દારૂડિયાઓ માટે આ મફત ટેક્સી સેવા શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે.
આ યોજના હેઠળ જે લોકો નાઈટક્લબમાંથી બહાર નીકળતી વખતે ખૂબ નશામાં જોવા મળે તેનો આલ્કોહોલ ટેસ્ટ કરાશે. જો તે ટેસ્ટ દરમિયાન વધુ નશામાં હોવાનું જણાશે તો તેમને ઘરે લઈ જવા માટે મફત ટેક્સી સેવાની સુવિધા આપવામાં આવશે.
આ યોજનાને ઇટાલીના પરિવહન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના ઇટાલીના પરિવહન પ્રધાન, નાયબ વડા પ્રધાન અને સખત જમણેરી લીગ પાર્ટીના નેતા માટ્ટેઓ સાલ્વિની દ્વારા રજુ કરાઈ છે.
નાયબ વડા પ્રધાન માટ્ટેઓ સાલ્વિનીએ કહ્યું કે, આ યોજના રસ્તા પર થતા અકસ્માતોને રોકવાની પહેલ છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે દંડ અને કાયદા પૂરતા નથી.
યુરોપિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી કાઉન્સિલના 2020ના અહેવાલમાં જણાવાયું છે કે ઇટાલીમાં દારૂ પીને ડ્રાઇવિંગ એક ગંભીર સમસ્યા છે. યુરોપના અન્ય દેશોની સરખામણીએ અહીં વધુ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરે છે.












Click it and Unblock the Notifications
