For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી

પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાવો સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સુરક્ષાબળોને પુરી છૂટ આપવાની વાત કહી છે

|
Google Oneindia Gujarati News

પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાવો સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સુરક્ષાબળોને પુરી છૂટ આપવાની વાત કહી છે, તો બીજી બાજુ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પુલવામાં હુમલા પછી મંગળવારે કહ્યું કે જો ભારત કોઈ પણ પ્રહારનો હુમલો કરશે તો અમે પણ યુદ્ધ ઘ્વારા તેનો જવાબ આપીશુ. આ વચ્ચે ઇમરાન ખાનના એક મંત્રીએ અપ્રત્યક્ષ રૂપે પરમાણુ હુમલાની ધમકી આપી છે. પાકિસ્તાન આ પહેલા પણ ઘણીવાર પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યું છે.

આ પણ વાંચો: પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, 'યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'

ના પક્ષીઓ હશે, ના મંદિરમાં ઘંટીઓ વાગશે

ના પક્ષીઓ હશે, ના મંદિરમાં ઘંટીઓ વાગશે

પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ અહમદે કહ્યું કે અમે બંગડીઓ નથી પહેરી, અમારા માટે પકિસ્તાન જીવન છે. પાકિસ્તાન સામે આંખ ઉઠાવીને જોયું તો તે આંખો કાઢી લેવામાં આવશે અને ફરી ઘાસ ઉગે, પક્ષીઓ નહિ આવે, મંદિરમાં ઘંટડીઓ નહીં વાગે કારણકે પાકિસ્તાન મુસલમાનોનો કિલ્લો છે, જેની તરફ બધા જ મુસલમાનો જોઈ રહ્યા છે. ઇમરાન ખાનના મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અમનથી વાત કરશે તો તેઓ પણ અમનની વાત કરશે. પરંતુ જો જંગની વાત કરશે તો તેઓ પણ જંગથી જવાબ આપશે.

રશીદને બીજી સર્જીકલ સ્ટ્રાઇકની શંકા હતી

રશીદને બીજી સર્જીકલ સ્ટ્રાઇકની શંકા હતી

આપણે જણાવી દઈએ કે શેખ રશીદ જેમને ગયા વર્ષે કહ્યું હતું કે રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારને કારણે લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો ના કરવો પડે એટલા માટે મોદી સરકાર ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઇકનો સહારો લઇ શકે છે. તેમને કહ્યું કે મોદી અને તેની સરકારને પોતાની વોટ બેન્કને જવાબ આપવાનો છે એટલા માટે આવા સમયે પાકિસ્તાન વિરોધી કેમ્પઇન ચલાવી શકે છે.

કુરેશી પણ ધમકી આપી ચુક્યા છે

પુલવામાં હુમલા પછી પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ ભારતને યુદ્ધનો જવાબ યુદ્ધથી આપવાની વાત કહી. આપને જણાવી દઈએ કે પુલવામાં હુમલાની જવાબદારી જૈસ-એ-મોહમ્મદે લીધી છે અને જૈસ-એ-મોહમ્મદ ક્યાંથી સંચાલિત થાય છે તેના વિશે આખી દુનિયા જાણે છે.

English summary
Imran Khan warns nuclear strike against India amid Pulwama attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X