For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભારતની જમીન પર ચીનના કબ્જામાં વધારો'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ દેશની સરહદ પર ચીની સેનાના તણાવને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ દેશની સરહદ પર ચીની સેનાના તણાવને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. એક વર્ષથી વધુ સમયથી પૂર્વી લદ્દાખની સરહદ પર ભારત અને ચીન વચ્ચે તણાવ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સાંસદે ચીનના મુદ્દે વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યો છે.

Rahul Gandhi

'ભારતની જમીન પર ચીનના કબ્જામાં વધારો'

રવિવારના રોજ ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. એક સમાચાર અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ લખ્યું કે, 'ચીન + પાકિસ્તાન + મિસ્ટર 56' = 'ભારતની જમીન પર ચીનના કબ્જામાં વધારો'.

ઉલ્લેખનીય છે કે, આ સમાચાર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીની સૈનિકોએ પૂર્વ લદ્દાખ અને ઉત્તર મોરચા પર મોટી સંખ્યામાં લોકોને તૈનાત કર્યા છે. જે ચિંતાનો વિષય છે.

આ પહેલીવાર નથી કે, જ્યારે રાહુલ ગાંધીએ ચીની ઘૂસણખોરીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ રાહુલ ગાંધીએ પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકોના આવવાના સમાચાર શેર કરતા દેશની સુરક્ષાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તાજેતરમાં એક સમાચાર અહેવાલ શેર કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સરહદ પર નવા યુદ્ધના દાખલાનો સામનો કરી રહ્યા છીએ. તેને અવગણવાથી કામ નહીં થાય. ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટમાં ચીન દ્વારા લદ્દાખ નજીક હથિયારો તૈનાત કરવાનો અને ઉચ્ચ સ્થાનો પર રાત્રે પ્રેક્ટિસ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.

'ચીન આપણા દેશમાં ઘુસીને આપણને મારી રહ્યું છે'

29 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ એક સમાચાર અહેવાલ શેર કર્યો અને લખ્યું કે, જુમલા - 'ઘર મેં ઘૂસ કે મારેગે'. સત્ય - ચીન આપણા દેશમાં પ્રવેશ કરીને આપણને મારી રહ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પૂર્વી લદ્દાખ બાદ ચીની સેના ઉત્તરાખંડમાં ઘુસી ગઈ હતી અને પુલ તોડીને ભાગી ગઈ હતી.

English summary
Former Congress president Rahul Gandhi has once again targeted the Modi government. This time, Rahul Gandhi has attacked the central government over the tension of the Chinese army on the country's border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X