For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા અને જાપાન સાથે સાઉથ ચાઈના પહોંચ્યુ ભારત, ચીનનું બીપી હાઈ

દક્ષિણ ચીન સાગરમાં હાલમાં ભારતીય નેવી પોતાના પૂરા લશ્કર સાથે પહોંચી હતી. નિશ્ચિત રીતે ભારતનું આ વિવાદિત ભાગમાં હોવુ ચીન માટે મોટો માથાનો દુઃખાવો છે.

|
Google Oneindia Gujarati News

દક્ષિણ ચીન સાગરમાં હાલમાં ભારતીય નેવી પોતાના પૂરા લશ્કર સાથે પહોંચી હતી. નિશ્ચિત રીતે ભારતનું આ વિવાદિત ભાગમાં હોવુ ચીન માટે મોટો માથાનો દુઃખાવો છે. ભારત ઉપરાંત અહીં ત્રણ બીજા દેશોની નેવી હાજર હતી - અમેરિકા, જાપાન અને ફિલીપીન્સ. ચાર દેશોની નેવીએ સાઉથ ચાઈના સીમાં એક મોટી નેવીના અભ્યાસને અંજામ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન હંમેશા સાઉથ ચાઈના સીને પોતાનો હિસ્સો ગણાવતો રહ્યો છે. ફીલીપીન્સ અને અમેરિકા પહેલેથી જ તેના દાવાને માનવાનો ઈનકાર કરી દે છે અને હવે ભારતની હાજરી તેના માટે મોટો પડકાર બની શકે છે.

indian navy

અમેરિકા તરફથી આપવામાં આવી માહિતી

સાઉથ ચાઈના સીમાં આ નેવી ડ્રિલ ત્રણ મેથી શરૂ થઈને નવ મેના રોજ ખતમ થી. આવા સમયમાં જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યુ છે, દક્ષિણ ચીન સાગરમાં નેવેલ ડ્રિલે એક વિચિત્ર હલચલ મચાવી દીધી છે. યુએસ નેવીના ગાઈડેડ મિસાઈલ ડેસ્ટ્રોયર, જાપાનના એરક્રાફ્ટ કેરિયર અને ઈન્ડિયન નેવીની બે વૉરશિપ્સ ઉપરાંત ફિલીપીંસનું એક જહાજ હાલમાં સાઉથ ચાઈના સીમાં હાજપ છે. ગુરુવારે યુએસ નેવી તરફથી આ વાતની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. પહેલા પણ સાઉથ ચાઈના સી પર આ રીતની ડ્રિલ થતી રહી છે પરંતુ ચાર દેશોનું એક સાથે આવવુ, ચીન માટે નવો પડકાર છે. એવા સમયમાં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની સામાનો પર 200 બિલિયન ડૉલર સુધીનું ટેક્સ લગાવવાની ધમકી આપી છે તે દરમિયાન આ નેવી ડ્રિલ એક રીતે ચીનનું બ્લડ પ્રેશર વધારશે. અમેરિકી નેવીના ડેસ્ટ્રૉયર યુએસએસ વિલિયમ પી લૉરેન્સના કેપ્ટન એન્ડ્ર્યુ જે ક્લગે કહ્યુ કે અમેરિકાના મિત્રો, સાથીઓ અને ભાગીદાર દેશો સાથે આ વિસ્તારમાં નવી તકોને આગળ વધારવા અને એક મજબૂત સંબંધ પર ધ્યાન દેવાનો આ ડ્રિલનો મહત્વનો હેતુ છે.

ચીને કર્યો વિરોધ

ઈન્ડિયન નેવી તરફથી ડેસ્ટ્રૉયર આઈએનએસ કોલકત્તા અને ટેંકર આઈએનએસ શક્તિને સાઉથ ચાઈના સી પર ડિપ્લૉય કરવામાં આવ્યા. વળી, જાપાને પોતાના બે મોટા એરક્રાફ્ટ કેરિયર અહીં મોકલ્યા. બુધવારે આ એક્સરસાઈઝ ખતમ થઈ ગઈ. આ ડ્રિલ એ સમયે થઈ જ્યારે અમેરિકાએ પોતાની વધુ બે વૉરશિપ્સને અહીં એ દ્વીપો પર મોકલી હતી જેના પર ચીન પોતાનો હક જતાવે છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનો પીએમ મોદી પર હુમલો, 'તમે દબાણ હેઠળ તૂટી રહ્યા છો'આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનો પીએમ મોદી પર હુમલો, 'તમે દબાણ હેઠળ તૂટી રહ્યા છો'

English summary
Four countries including India, US, Japan and Philippines are challenging China with naval drills in South China Sea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X