For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત દરમ્યાન જયશંકરે શખ્ત સંદેશ આપ્યો

ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત દરમ્યાન જયશંકરે શખ્ત સંદેશ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એલએસી પર ચાલી રહેલ તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મૉસ્કોમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. ભારત-ચીન વચ્ચે ગુરુવારે મોસ્કોમાં થયેલ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત દોઢ કલાક ચાલી, જેમાં વિદેશ મંત્રીએ સીમા પર ચીન તરફથી કરાયેલી હિમાતોને સખ્તાઈથી રાખી અને કહ્યું કે ભારત સીમા પર તણાવ નથી ઈચ્છતું. ઉપરાંત જયશંકરે ચીનને સ્પષ્ટ કહી દીધું કે ભારત એલએસી પર ચાલી રહેલ તણાવ વધારવા નથી માંગતું. ચીન પ્રત્યે ભારતની નીતિ યથાસ્થિતિ બનેલી છે. તેમણે કહ્યું કે ભારતનું માનવું છે કે ભારત પ્રત્યે ચીનની નીતિમાં પણ કોઈ પ્રકારનો બદલાવ નથી થયો.

ચીની વિદેશ મંત્રીને મળ્યા, સમજૂતીનું પાલન કરે ચીન

ચીની વિદેશ મંત્રીને મળ્યા, સમજૂતીનું પાલન કરે ચીન

ભારત-ચીન સીમા વિવાદ પર બંને દેશ વચ્ચે તણાવ વચ્ચે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે દોઢ કલાક વાતચીત થઈ. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી મોસ્કો વચ્ચે સીમા વિવાદને લઈ વાતચીત થઈ. વિદેશ મંત્રાલય તરફથી આ વિશે જાણકારી આપવમાં આવી કે ચીની વિદેશ મંત્રી સાથે વાતચીતમાં એસ જયશંકરે ભારતના આ પક્ષને મજબૂતીથી સામે રાખ્યો કે સીમા પર તણાવ ઘટાડવા અને શાંતિ બનાવી રાખવા માટે ચીને સમજૂતીનું પાલન કરવાની અપીલ કરી છે. એસ જયશંકરે કહ્યું કે સીમા સાથે જોડાયેલ તમામ સમજૂતીનું પૂરું પાલન થાય.

મતભેદોને વિવાદમાં ના બદલો

મતભેદોને વિવાદમાં ના બદલો

બંને દેશના નેતાઓ વચ્ચે થયેલ વાતચીતમાં બંને નેતાઓએ આ વાત પર સહમતિ જતાવી કે મતભેદોને વિવાદમાં ના બદલવા જોઈએ. આ બેઠકને લઈ જાણકારી આપતા વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે બંને દેશના નેતા આ વાત પર સહમત થયા કે સીમા પર વર્તમાન સ્થિતિ કોઈપણ પક્ષના હિતમાં નથી. ભારત-ચીન વચ્ચે આ વાતને લઈ સહમતિ બની કે બંને દેશની સેનાઓ પાછળ હટવા અને તણાવ ઘટાડવાની દિશામાં કામ કરશે.

સમજૂતી અને પ્રોટોકોલનું પાલન

સમજૂતી અને પ્રોટોકોલનું પાલન

બેઠક વિશે જાણકારી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય અને ચીની વિદેશ મંત્રી આ વાત પર સહમત થયા કે બંને પક્ષોને તમામ સમજૂતી અને પ્રોટોકોલ્સનું પાલન કરવું જોઈએ. આ વાતચીત દરમ્યાન ભારતીય વિદેશ મંત્રીએ એલએસી પાસે ચીની સૈનિકોની મોટી સંખ્યામાં તહેનાતી પર સવાલ ઉઠાવ્યા. ભારતે કહ્યું કે સીમા પર ભારે સંખ્યામાં ચીની સૈનિક અને ઉપકરણો તહેનાત કરવામા આવ્યા છે, જે ભારત-ચીન વચ્ચે થયેલ વર્ષ 1993 અને 1996ની સમજૂતીનું ઉલ્લંઘન છે.

લદાખ: ફીંગર 4 પર ચીની સૈનિકોથી ઉંચાઇ પર ભારતીય સૈનિકો તૈનાતલદાખ: ફીંગર 4 પર ચીની સૈનિકોથી ઉંચાઇ પર ભારતીય સૈનિકો તૈનાત

English summary
india don't want stress on LAC says S Jayshankar during talk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X