Putin India Visit: 'PM મોદી જાદુગર છે', પુતિને બિઝનેસ ફોરમમાં ભારતની પ્રશંસા કરી, જાણો શું કહ્યું?
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને PM નરેન્દ્ર મોદીએ ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં ભાગ લીધો; પુતિને કહ્યું: ભારત PM મોદીના નેતૃત્વમાં સ્વતંત્ર નીતિ પર ચાલીને સારા પરિણામ મેળવી રહ્યું છે. PM મોદીએ વેપારમાં આવતી સમસ્યાઓની યાદી પુતિનને સોંપી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત 'ભારત-રશિયા બિઝનેસ ફોરમ'માં ભાગ લીધો હતો. આ ફોરમમાં બંને નેતાઓએ સંરક્ષણ અને પરંપરાગત ઉર્જા ક્ષેત્રો ઉપરાંત અન્ય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ કર્યું હતું કે, રૂસી પ્રતિનિધિમંડળ માત્ર તેલ અને ગેસના કરારો માટે જ આવ્યું નથી, પરંતુ તેઓ ભારત સાથે વિવિધ ક્ષેત્રોમાં સંબંધો વિકસાવવા માગે છે. PM મોદીએ જવાબમાં કહ્યું કે, કોઈપણ ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ છે, જે ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત છે.
'PM મોદીના નેતૃત્વમાં ભારત સ્વતંત્ર નીતિ પર ચાલી રહ્યું છે'
રાષ્ટ્રપતિ પુતિને PM મોદીના નેતૃત્વની જોરદાર પ્રશંસા કરી અને કહ્યું,
"હું આ વાત પર ભાર મૂકવા માંગીશ કે PM મોદીના નેતૃત્વમાં ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ નીતિ પર ચાલી રહ્યું છે અને સાથે જ ખૂબ સારા પરિણામો પણ મેળવી રહ્યું છે. આજે, ભારતીય અર્થતંત્ર દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. PM મોદીની સારી આર્થિક નીતિ અને 'મેક ઇન ઇન્ડિયા' પ્રોગ્રામ જેવી ઐતિહાસિક પહેલના કારણે, ભારત ટેકનોલોજીના મામલે સાર્વભૌમ બની રહ્યું છે. ભારતનો IT અને ફાર્મા સેક્ટર દુનિયામાં મુખ્ય સ્થાન પર છે."
FTA વાટાઘાટો શરૂ: વેપારને મળશે વેગ
PM નરેન્દ્ર મોદીએ ફોરમમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, ભારત અને યુરેશિયન
ઇકોનોમિક યુનિયન (EAEU) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (FTA) પર વાતચીત શરૂ થઈ ગઈ છે. આ FTA બંને પક્ષો વચ્ચે વેપાર અને રોકાણને વધારવા માટેનું એક મોટું પગલું હશે, જે 2030 સુધીમાં 100 બિલિયનના વેપાર લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે.
વેપારીક મુશ્કેલીઓની યાદી પુતિનને સોંપાઈ
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને પરસ્પર વેપારમાં આવી રહેલી મુશ્કેલીઓની એક મોટી સૂચિ સોંપી હતી. પુતિને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની ખાતરી આપી.
બંને નેતાઓનો આ ફોરમમાં આટલું મોટું પ્રતિનિધિમંડળ લઈને ભાગ લેવો એ વાત રેખાંકિત કરે છે કે, હવે ભારત-રશિયા સંબંધોના કેન્દ્રમાં આર્થિક ભાગીદારી છે.












Click it and Unblock the Notifications
