ગયા વર્ષ કરતા વધુ જાનલેવા છે કોરોનાની બીજી લહેર, ભારતમાં સ્થિતિ ચિંતાજનકઃ WHO

ભારતમાં કોરોનાની સ્થિતિ પર ડબ્લ્યુએચઓએ ચિંતા વ્યક્ત કરી છે.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. સ્થિતિ એ છે કે હવે કોરોનાએ ગ્રામીણ વિસ્તારોને પણ પોતાની પકડમાં લેવાનુ શરૂ કરી દીધુ છે. ભારતમાં કોરોનાની સ્થિતિ પર ડબ્લ્યુએચઓએ ચિંતા વ્યક્ત કરી છે. ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રિયસે શુક્રવારે કહ્યુ કે ભારતની કોવિડ-19ની સ્થિતિ ચિંતાજનક છે. તેમણે કહ્યુ કે ઘણા રાજ્યોમાં સંક્રમણ ઝડપથી વધતા કેસો ચિંતાનો વિષય છે. હોસ્પિટલોમાં લોકો ભરતી થઈ રહ્યા છે અને મોતો થઈ રહી છે. તેમણે ચેતવણી આપીને કહ્યુ કે મહામારીનુ બીજુ વર્ષ દુનિયા માટે પહેલા વર્ષની સરખામણીમાં વધુ પ્રાણઘાતક હશે.

who

ભારતમાં કોવિડ-19ની સ્થિતિ ખૂબ જ ચિંતાજનકઃ WHO

WHOના પ્રમુખે કહ્યુ કે, 'કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે સંગઠન ભારતની મદદ કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં ઑક્સિજન કંસન્ટ્રેટર, અસ્થાયી હોસ્પિટલો માટે ટેન્ટ, માસ્ક અને ચિકિત્સા સામગ્રી ભારતને પહોંચાડવામાં આવી છે.' તેમણે મીડિયાને સંબોધિત કરીને આ વાત કહી. તેમણે આગળ કહ્યુ કે અમે એ બધા હિતધારકોનો આભાર માનીએ છીએ જે ભારતની મદદ કરી રહ્યા છે.

શુક્રવારે ભારતમાં કોરોના વાયરસના 3,43,144 નવા કેસ

તમને જણાવી દઈએ કે શુક્રવારે ભારતમાં કોરોના વાયરસના 3,43,144 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો સાથે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 2,40,46,809 થઈ ગયા જ્યારે મોતનો કુલ આંકડો 2,62,317 પર પહોંચી ગયા. તેમણે કહ્યુ કે ઈમરજન્સી જેવી સ્થિતિ માત્ર ભારતમાં જ નથી. નેપાળ, શ્રીલંકા, કંબોડિયા, થાઈલેન્ડ, ઈજિપ્ત જેવા અમુક દેશો છે જે કોરોનાના વધતા કેસો અને હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓની વધતી સંખ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે વેક્સીનનો પુરવઠો એક પડકાર બનેલો છે. સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો અને રસીકરણના સંયોજનથી જ આ મહામારીથી બહાર નીકળી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X