For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની વિદેશનીતિમાં વિરોધાભાષ છે: ચીની મીડિયા

|
Google Oneindia Gujarati News

બેઇજીંગ, 18 માર્ચ: ચીનના સરકારી મીડિયામાં આવેલા એક આર્ટિકલમાં ભારતની વિદેશ નીતિને અસ્પષ્ટ અને વિરોધાભાષી ગણાવવામાં આવી છે, જેમાં લખાયું છે કે નવી દિલ્હીની વિદેશનીતિમાં દીર્ઘકાલિન વિચારનો અભાવ છે.

આની સાથે જ એવું પણ લેખમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી દ્વારા વૈશ્વિક વ્યવસ્થામાં ભાગીદારીને લઇને ખચકાટથી તેની પ્રગતિ અવરોધાઇ રહી છે. સરકારી ગ્લોબલ ટાઇમ્સની વેબસાઇટ પર લખેલ એક લેખમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મનમોહન સિંહ અને ચીની વડાપ્રધાન લી કેકિયાંગે સીમા મુદ્દો પર સંયમથી જોડાયેલી સમજૂત પર હસ્તાક્ષર કર્યા હતા, પંરતુ ચીન-ભારતની સીમા પર ભારત તરફથી હંમેસા ઝઘડા શરૂ કરવામાં આવતા રહ્યા છે.

india-china
તેમાં કહેવામાં આવ્યું છે કે એટલા માટે જ્યારે પણ અમે બેઇંજીંગ અને નવી દિલ્હીની વચ્ચે આર્થિક સંબંધ મજબૂત કરવાની વાત કરીએ છીએ, ત્યારે હંમેશા ચીન તરફથી કથિતપણે ભારત માટે પોતાની સેના અને પરમાણુ હથિયારોની તૈયારી માટે એક બહાનું બની રહે છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનો વિરોધાભાષ કેવી રીતે પરિભાષિત થાય છે? સૌથી પહેલા, નવી દિલ્હી પોતાની વિદેશ નીતિના લક્ષ્યો અંગે ક્યારેક દીર્ઘકાલિન વિચાર કરે છે. યૂક્રેન સંકટ પર ભારતની જાહેરાતોને વિરોધાભાષપૂર્ણ ગણાવતા લેખમાં કહેવામાં આવ્યું છે કે બદલાતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ભારતથી સંતુલન સ્થાપિત કરનાર એક સ્થિર ક્ષેત્રિય કારકની ભૂમિકાની અપેક્ષા કરવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે શું ભારત કે ભારતીય મીડિયા આ અંગે કોઇ પ્રતિક્રિયા આપે છે કે શું?

English summary
An article in state run Chinese media said its foreign policy lacks long term thinking and New Delhi's "reluctant participation in the global system is jeopardising global governance progress".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X