શરીફની ધમકી, 'ખોટા વહેમમાં ના રહે ભારત'

ઇસ્લામાબાદ, 10 ઓક્ટોબર: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે શુક્રવારે ભારતને ધમકી આપતા જણાવ્યું છે કે તેની શાંતિની ઇચ્છાને લઇને ખોટા વહેમમાં ના રહે. નવાઝે જણાવ્યું છે કે ભારત સરહદ પર ગોળીબારીને તુરંત બંધ કરે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી ભાષણમાં જણાવ્યું હતું કે 'ભારતીય સેના પાકિસ્તાનને ગોળીઓથી જવાબ આપી રહી છે. અને પાકિસ્તાનને શીખ મળી ગઇ છે અને તે હવે આવું કરવાની ભૂલ નહીં કરે.'

શરીફે ભારતને નિયંત્રણ રેખા તથા આંતરરાષ્ટ્રીય સીમાની ગરિમાનું તાત્કાલિક ધોરણે સન્માન કરવા થતા મજબૂત શાંતિ માટે ગોળીબારી બંધ કરવા માટે જણાવ્યું છે.
શરીફ ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં કેબિનેટ સભ્યો, જોઇંટ ચીફ ઓફ સ્ટાફ કમિટિના અધ્યક્ષ તથા ત્રણ દળોના પ્રમુખ અને આઇએસઆઇ પ્રમુખે ભાગ લીધો હતો.

nawaz sharif
પાકિસ્તાની વડાપ્રધાને બેઠકમાં જણાવ્યું કે શાંતિની તેમની ઇચ્છાને લઇને ભારત ખોટા વહેમમાં ના રહે. નવાઝે ભારતને ચેતાવણી આપતા જણાવ્યું કે તેઓ તુરંત નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની ગરિમાનું સન્માન કરી શાંતિ માટે ગોળીબારી બંદ કરે.

બેઠકમાં ભારતની સાથે સરહદ તણાવ તથા સુરક્ષા સંબંધી મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યું. શ્રેષ્ઠ સૈન્ય નેતાઓએ બેઠકમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રી સીમાની તાજી સ્થિતિની જાણકારી આપી. શરીફને બતાવવામાં આવ્યું કે પાકિસ્તાની દળ માત્ર પોતાના બચાવમાં ગોળીબારી કરી રહ્યા છે અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નથી રહ્યા.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા એક અઠવાડીયાથી પણ વધારે સમયથી આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર ભારે ગોળીબારી થઇ રહી છે. આ બેઠકમાં સુરક્ષાની સમગ્ર સ્થિતિ તથા ઉત્તરી વજીરિસ્તાનમાં જર્બ એ અજ્બ અભિયાન પર પણ ચર્ચા કરવામાં આવી. ગુરુવારે વિસ્તારનું નિરિક્ષણ કરનારા શરીફે વિસ્તારમાંથી આતંકવાદીઓને ખસેડવા માટે ચલાવવામાં આવેલ અભિયાન પર સંતોષ વ્યક્ત કર્યો.

આનાથી પહેલા સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફ, નૌકાદળ પ્રમુખ એડમિરલ જકુલ્લાહ તથા વિદેશ મામલાના સલાહકાર સરતાજ અજીજે વડાપ્રધાન સાથે અલગ અલગ મુલાકાત કરી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દાઓ પર ચર્ચા કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X