પાક.ની મુશ્કેલીઓ વધારે છે ભારત: અમેરિકન રક્ષામંત્રીના ભાષણથી વિવાદ

chuck hagel
વોશિંગ્ટન, 27 ફેબ્રુઆરી: બુધવારે અમેરિકામાં ચક હેગલ રક્ષામંત્રી તરીકેના શપથ લેવા જઇ રહ્યા છે. પરંતુ આની પહેલા જ તેમણે ભારતને કેન્દ્રમાં રાખીને આપેલા ભાષણથી વિવાદ સર્જાયો છે. ઓક્ટોબર 2011માં ચક હેગલે જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનને બીજા મોર્ચાની જેમ ઉપયોગ કરી રહ્યો છે.

હેગલે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન માટે બીજી સરહદો પર રૂપિયા આપીને સમસ્યા પૈદા કરી રહ્યું છે. 2011માં આપવામાં આવેલ હેગલના આ ભાષણનો વીડિયો મંગળવારે બહાર પાડવામાં આવ્યો.

રસપ્રદ બાબત એ છે કે ઓબામા પ્રશાસને અફઘાનિસ્તાનની મદદ માટે હંમેશા ભારતના વખાણ કર્યા છે. આવામાં ભારતની ભૂમિકા પર સવાલ ઉઠાવનાર હેગલને રક્ષા મંત્રી બનાવવા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

બીજી બાજું ભારતે હેગલના આરોપોને અર્થવિહોણા ગણાવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે ભારત અફઘાનિસ્તાનમાં રચનાત્મક ભૂમિકા નિભાવતો આવ્યો છે, અને નિભાવતો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X