For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અમેરિકનોએ દિલ્હીની દિલેર યુવતી અંગે દિલાસો પાઠવ્યો

|
Google Oneindia Gujarati News

indian-americans
વૉશિંગ્ટન 30, ડિસેમ્બર: દિલ્હી ગેંગ રેપનો ભોગ બનેલી અને સારવાર દરમિયાન મૃત્યુ પામેલી પીડિતાનું શનિવારે નિધન થતા સમગ્ર ભારતમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આવી જ લાગણી અમેરિકામાં રહેતા ભારતીયોએ પણ અનુભવી હતી. તેમણે આઘાત અને શોકની લાગણી અભિવ્યક્ત કરતા રવિવારે જણાવ્યું હતું કે "23 વર્ષીય દિલ્હીની દિલેર યુવતીના નિધનના સમાચાર પર વિશ્વાસ બેસતો નથી. તે યુવતી ખરા અર્થમાં 'નેશનલ હીરો' હતી.

આ અંગે નોર્થ અમેરિકન પંજાબી એસોસિયેશન (નાપા)ના પ્રમુખ સતનામ સિંઘ ચહલે જણાવ્યું કે "ગેંગ રેપનો ભોગ બનેલી યુવતી એક બહાદુર અને હિંમતવાન છોકરી હતી, જેણે પોતાના ગૌરવ અને તેના જીવન માટે છેલ્લા મિનિટ સુધી લડત આપી હતી. તે દેશની હીરો છે. તે ભારતીય યુવાનો અને મહિલાઓ માટે બહાદુરીનું શ્રેષ્ઠ પ્રતીક છે. આ રાષ્ટ્રએ બહાદુર પુત્રી માટે શોક વ્યક્ત કરવો જોઈએ." આસાથે તેમણે લોકોને મહિલાઓ સામે થતા અત્યાચાર અને શોષણની સમસ્યાનો ઉકેલ લાવવા પીડિતાનું મૃત્યુ વ્યર્થ ના બને તે માટે અપીલ કરી હતી.

ગ્રેટર વોશિંગ્ટનના એક ઉભરતા સાહસિક વિનય સિંઘએ જણાવ્યું હતું કે "અમે શક્ય બધું કરવા માટે ખાતરી આપીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આવા બનાવ ફરીથી ના થાય છે" તેમણે ભારપૂર્વક નોંધ્યું હતું કે આ ઘટના ભારતીય સરકાર માટે અને ખાસ કરીને કાયદા સંબંધિત એજન્સીઓમાં આંખ ઉઘાડનારી છે.

શિકાગોથી ઋતુ શર્મા જણાવ્યું હતું કે "પીડિતાના બલિદાનને સાચી અંજલિ ત્યારે જ આપી શકાશે જ્યારે એક રચનાત્મક અભિગમમાં લાગણીઓ અને ઊર્જાને દિશા આપવામાં આવે જેથી આવી ઘટના ક્યારેય પુનરાવર્તિત થાય નહીં."

એક ભારતીય જસ્ટિસ વર્મા, "જે દિલ્હી બળાત્કાર કેસને પગલે બળાત્કાર વિરોધી કાયદા શક્ય સુધારા અન્વેષણ કરવા માટે સ્થાપના કરી હતી તેમની નેતૃત્વમાં બનાવાયેલી સમિતિના એક નિવેદનમાં અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC)એ પીડિતો માટે સમયસર ન્યાય મળે તેના પર ભાર મૂક્યો છે.

IAMC પ્રમુખ શાહિન ખતીબે જણાવ્યું કે "બળાત્કાર અને અપમાન રાષ્ટ્રીય સ્તરે શોધ અને આત્મનિરીક્ષણ માટે નિયમિત ધોરણે દલિત અને આદિવાસી મહિલાઓના દમનના કિસ્સાઓના ધ્યાન પર લાવી તેને થતા અટકાવવા અગે કામગીરી થવી જરૂરી છે."

English summary
Indian Americans condole Delhi braveheart's death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X