કાબુલમાં આતંકીઓએ ભારતીય સહીત 2 લોકોની હત્યા કરી
અફગાનિસ્તાન કાબુલમાં જે ત્રણ લોકોનું અપહરણ ગુરુવારે કરવામાં આવ્યું હતું તેમની હત્યા કરી દેવામાં આવી છે. તેમાં એક ભારતીય પણ શામિલ છે.
અફગાનિસ્તાન કાબુલમાં જે ત્રણ લોકોનું અપહરણ ગુરુવારે કરવામાં આવ્યું હતું તેમની હત્યા કરી દેવામાં આવી છે. તેમાં એક ભારતીય પણ શામિલ છે. અફગાનિસ્તાન પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એક ભારતીય, એક મલેશિયાઈ અને એક મેસોડેનિયાના નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેમની લાશ કાબુલના મુસસાહી જિલ્લામાં મળી આવી છે. ટોલો ન્યુઝ ઘ્વારા અફગાન પોલીસના હવાલેથી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.

ત્રણે સૌથી મોટી ફૂડ કંપની સાથે કામ કરતા હતા
સુરક્ષા અધિકારીઓ અને એક ડિપ્લોમેટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આતંકીઓ ઘ્વારા એક ઇન્ટરનેશનલ ફૂડ કંપનીમાં કામ કરતા ત્રણે વિદેશી નાગરિકોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે ત્યારપછી તેમની હત્યા કરી નાખવામાં આવી છે. કાબુલના એક સિનિયર ડિપ્લોમેટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણે નાગરિકો અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં દુનિયાના બીજા નંબરની ફૂડ એન્ડ કેટરિંગ સર્વિસ કંપની સૉડિક્સોમાં કામ કરતા હતા.
કાબુલ પોલીસ પ્રવક્તા હશમત સત્તાનકાજાઈ ઘ્વારા ન્યુઝ એજેન્સી રાઈટરને જણાવવામાં આવ્યું કે એક ભારતીય, એક મલેશિયાઈ અને એક મેસોડેનિયાના નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું ત્યારપછી તેમની હત્યા કરી દેવામાં આવી. તેમની લાશો પોલીસને મળી ચુકી છે. તેમની આઈડી કાર્ડ પણ લાશ પાસે જ મળી આવ્યા છે.












Click it and Unblock the Notifications
