For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વી લદ્દાખના ગોગરા હાઈટ્સ પર ડિસઈંગેજમેન્ટ પૂરું, ભારત-ચીનની સેનાઓ જૂના બેસ પર પહોંચી

પૂર્વી લદ્દાખના ગોગરા હાઈટ્સ પર ડિસઈંગેજમેન્ટ પૂરું, ભારત-ચીનની સેનાઓ જૂના બેસ પર પહોંચી

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે જણાવ્યું કે પૂર્વી લદ્દાખના ગોગરા હાઈટ્સ વિસ્તારમાં ચીન અને ભારતની સેનાઓના ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા પૂરી તઈ ગઈ છે. અહીંથી ભારત અને ચીન બંને દેશની સેનાઓ પોતાના જૂના પરમનેન્ટ બેસ પર પરત ફરી ચૂકી છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પોતાની પ્રેસ વાર્તામાં કહ્યું કે ગોગરા હાઈટ્સ ક્ષેત્રથી બંને પક્ષ પાછળ હટી ગયા છે અને આ વિસ્તાર ગત વર્ષે થયેલ ભારત-ચીન ગતિરોધથી પહેલાં જેવો હતો, હવે તેવી જ સ્થિતિમાં છે.

indian and chinese army

હબાલમાં જ થયેલ 12મી કોર કમાંડર-સ્તરીય બેઠક દરમિયાન ભારત અને ચીને ગોગરા હાઈટ્સ પર પીછે હટ કરવાને લઈ સમજૂતી કરી હતી, જ્યાં એક વર્ષથી વધુ સમયથી બંને દેશો વચ્ચે તણાવ બનેલો હતો. બેઠકમાં બંને સેનાઓના પેટ્રોલ પોઈન્ટ 17-એ પાસે ગોગરા ક્ષેત્રથી પાછળ હટવા પર સહમતિ બની હતી. જે બાદ ગયા અઠવાડિયે બંને સેનાઓ પાછળ હટવા લાગી હતી અને હવે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

ભારત-ચીન બોર્ડર પર દોઢ વર્ષથી તણાવ બન્યો છે

જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર દોઢ વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. ગત વર્ષે મે-જૂનમાં તો ઘણો તણાવ પણ જોવા મળ્યો હતો. ગત વર્ષે જૂનમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલ અથડામણમાં 20 ભારતીય સૈનિકોના જીવ પણ ગયા હતા. આ અથડામણ બાદ બંને દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે બંને જ દેશોએ વાતચીતના માધ્યમથી સમસ્યાને ઉકેલવા માટે પગલાં ભર્યાં અને બેઠકોનો સિલસિલો શરૂ થયો. એક વર્ષથી પણ વધુ સમયથી બંને દેશ વચ્ચે કેટલાય સ્તરે સતત વાતચીત ચાલી રહી છે. જેને પગલે કેટલાય પોઈન્ટથી બંને દેશની સેનાઓ સતત પીછે હટ કરી રહી છે.

English summary
indian and chinese army returned back to their actual base
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X