ભારત-પાકિસ્તાનની આ બે છોકરીઓએ એકબીજી સાથે લગ્ન કર્યાં, જુઓ તસવીરો
ભારત-પાકિસ્તાનની આ બે છોકરીઓએ એકબીજી સાથે લગ્ન કર્યાં, જુઓ તસવીરો
કેલિફોર્નિયાઃ એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે અવારનવાર તણાવના અહેવાલો આવતા રહે છે અને યુદ્ધની ધમકીઓ આપવામાં આવી રહી છે, તો બીજી તરફ અમેરિકામાં ભારતીય અને પાકિસ્તાની છોકરીએ લગ્ન કર્યાંના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં બિયાંકા અને સાઈમા નામની બે છોકરીઓએ એકબીજી સાથે લગ્ન કરી લીધાં. આ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા આ લગ્નએ ભારે ચર્ચા મેળવી છે.

દરેક વિધિ પૂરી કરી
બિયાંકા માઈએલી એક કોલોમ્બિયન-ભારતીય ક્રિશ્ચિયન છે. પાકિસ્તાનની છોકરી સાઈમા સાથે અમેરિકામાં એક ઈવેન્ટ દરમિયાન તેની મુલાકાત મુલાકાત થઈ હતી. ઈવેન્ટમાં પહેલી મુલાકાતમાં જ તેમને પ્રેમ થઈ ગયો હતો અને હવે બંને એક શાનદાર રીતે લગ્ન કરી એકબીજાનો હાથ થામ્યો છે. બંને દેશમાં થતી વિધિથી લગ્ન કરવામાં આવ્યાં. સંપૂર્ણ પરંપરા સાથે થયેલ આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકો પણ હાજર હતા.
|
બંનેએ પહેર્યાં હતાં ડિઝાઈનર કપડાં
બિયાંકાએ પોતાના લગ્ન માટે આઈવરી રંગની સાડી પસંદ કરી હતી જે તેના પર ભારે શોભી રહી હતી. તેણે મોતીનો હાર, માંગ ટીકા અને ચૂડીઓ પહેરી હતી. બિયાંકાએ સાઈમા સાથે પોતાની ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. બિયાંકાએ કેપ્શન લખ્યું, 'જિન્દગી તુમ્હારે સાથ પ્યારી હૈ.' સાઈમાએ પોતાના લગ્નમાં કાળા રંગની શેરવાની પહેરી હતી. તેમણે બંનેએ મેચિંગ સુનરી અને મોતીનો હાર પણ પહેર્યો હતો. આ ઉપરાંત સાઈમાએ સોનેરી રંગના એવિએટર ગ્લાસેઝ પણ પહેર્યા હતા.
|
તસવીરોએ દિલ જીત્યું
બંનેની અન્ય કેટલીક તસવીરો પણ બિયાંકાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર છે. આ તસવીરોમાં બંનેના મિત્રો અને પરિજનો લગ્નના ફંક્શનને એન્જોય કરી રહ્યા છે. બિયાંકા અને સાઈમાની તસવીરો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને તેમના વખાણ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, એક સુંદર રાણીને એક સુંદર રાણી મળી ગઈ અને બંનેને ઘણાબધા આશીર્વાદ. લગ્ન માટે બિયાંકા અને સાઈમાના આઉટફિટ્સને ડિઝાઈનર બિલાલ હુસૈન કાજીમોવે ડિઝાઈન કર્યાં હતાં.
|
વધુ એક કપલ ચર્ચામાં
બંનેએ એકબીજાને અંગૂઠી પહેરાવી અને પછી લગ્નમાં બાકીની વિધિ પણ પૂરી કરી. બંનેની મહેંદીની વિધિ પણ કરવામાં આવી જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિશ્ચિત રૂપે એક એવા સમયે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણા ઘટવાને બદલે વધી રહ્યું છે તો આ બંનેના લગ્ન એક સારું ઉદાહરણ બનીને આવ્યું છે. બિયાંકા અને સાઈમાની જેમ ન્યૂયોર્કમાં પણ ભારતીય-પાકિસ્તાની છોકરીની લવસ્ટોરી મશહૂર થઈ રહી છે. પાકિસ્તાનની સંદસ મલિક અને ભારતની અંજલી ચક્રના એક ફોટોશૂટે ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી હતી.












Click it and Unblock the Notifications
