For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનના પૉશ વિસ્તારોમાં ભારતીયોનો કબજો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

indian-billionaires
લંડન, 18 જૂન: એક સમય હતો જ્યારે કહેવામાં આવતું હતું કે ભારત સોનાની ચકલી છે, પછી સમય આવ્યો જ્યારે એવું કહેવવા લાગ્યું કે ભારત એક ગરીબ દેશ બની ચૂક્યો છે. જે લોકો એમ વિચારી રહ્યાં છે કે ભારત એક ગરીબ દેશ છે તેમના માટે આ સત્ય જાણવું જરૂરી છે લંડનના બધા પૉશ વિસ્તારોમાં સૌથી વધુ ઘર ભારતીયોના છે.

આંકડા કહે છે કે અમીર ભારતીયોએ લંડનમાં ઓછામાં ઓછા 1 બિલિયન પાઉન્ડનું રોકાણ ઘર, હોટલ કે પછી કોઇ બિલ્ડિંગ ખરીદવા માટે કર્યું છે. આશ્વર્યની વાત તો એ છે કે આ આંકડો ગત 18 મહિનાઓનો છે. શું અત્યારે પણ તમે એમ વિચારી રહ્યાં છો કે ભારતીય ગરીબ છે અને તેમની પાસે રહેવા માટે મકાન નથી. તાજેતરમાં કરવામાં આવેલા સર્વે અનુસાર ખબર પડી છે કે લંડનના જે મૂળ નિવાસી છે તેમાં મોટાભાગના લંડન નજીક ગામમાં રહે છે અને દરરોજ દિલ્હીથી ગુડગાંવની જેમ અપડાઉન કરે છે.

વિશેષજ્ઞોનું પણ આ જ કહેવું છે કે લંડન શહેર એટલું મોઘું છે કે એક સામાન્ય માણસ ત્યાંના હિસાબે પોતાનું જીવન નિર્વાહ કરી શકતો નથી. પછી તો શું, વિશેષજ્ઞોની સલાહને જોતાં અમીર ભારતીયોએ લંડન પર પોતાનો કબજો કરી લીધો. લંડન જેવા મોંઘા શહેરમાં પણ સૌથી વધુ હોટલ, ઘર અને બિલ્ડિંગ ભારતીયોના જ છે.

એક રિપોર્ટ અનુસાર લંડન કેવી હાર્ટ સિટીમાં બ્રિટિશ રોકાણકારો ફક્ત 30 ટકા રોકાણ કરે છે જ્યારે ભારતીય 25 ટકાથી વધુ રોકાણ કરે છે. જ્યારે યૂરોપિયન દેશ ફક્ત 13 ટકા રોકાણ કરે છે. 'ડેલી ટેલીગ્રાફ'નો એક અહેવાલ જણાવે છે કે ગરમીના દિવસોમાં લગભગ 3,000 એવા ભારતીય પરિવાર છે જે લંડનના ઘરોમાં જઇને મહિના માટે રોકાઇ છે જેથી ગ્લોબલ ઇન્વેસટર્સને જોઇ શકાય.

જાણકારો થઇ જશે હેરાન
ભારતનો સૌથી મોટો રિયલ એસ્ટેટ 'લોઢા ગ્રુપે' લંડનના ગ્રોસવેનર સ્ક્વોયરના અંતગર્ત કેનેડિયન હાઇ કમિશ્નરની ઓફિસને 306 મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધી છે. લોઢા ગ્રુપ યોજના બનાવી રહ્યું છે કે અહીં લગભગ 135,000 સ્કેર ફૂટ એરિયામાં 18-20 લક્સરી ઘર બનાવવામાં આવે. આ ઘરોની કિંમતનો અંદાજો તો તમે લગાવી પણ ન શકો.

English summary
Indian billionaires pumped in nearly 1 billion pounds into buying up luxury homes in the heart of London over last 18 months alone, becoming second only to Britain-based buyers, a new report said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X